________________
૧૩૮
રીતે તેની સ્થાપના કરી શકાય છે.
અસત્કલ્પનાથી પુદ્ગલ સંખ્યા સ્થાપન :–
ભાવથી
કાલથી
૧૦૦૦
અપ્રદેશ
સપ્રદેશ
૯૯૦૦૦
૯૫૦૦૦
આ રીતે અસત્ કલ્પનાથી અલ્પબહુત્વની સ્પષ્ટતા થઈ જાય છે.
૨૦૦૦
દ્રવ્યથી
૯૮૦૦૦
૫૦૦૦
શ્રી ભગવતી સૂત્ર–૨
ક્ષેત્રથી
૧૦૦૦૦
00002
અલ્પબહુત્વનું સ્પષ્ટીકરણ :
છે– કારણ
કે પુદ્ગલ
(૧) સર્વથી થોડા ભાવથી અપ્રદેશી(એક ગુણ કૃષ્ણવર્ણાદિ યુક્ત) પુદ્ગલ દ્રવ્યમાં બે અંશથી અનંત અંશપર્યંતની બહુલતા સહજ રીતે હોય છે. કૃષ્ણવર્ણાદિમાં એક અંશની સહજ રીતે અલ્પતા હોય છે.
(૨) તેનાથી કાલથી અપ્રદેશી(એક સમયની સ્થિતિવાળા) પુદ્ગલ અસંખ્યાતગુણા છે— કારણ કે કૃષ્ણવર્ણાદિ યુક્ત ઘણા પુદ્ગલ એક સમયની સ્થિતિવાળા અર્થાત્ કાલથી અપ્રદેશી હોય છે. તેમજ પુદ્ગલ દ્રવ્યમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંઘાત, ભેદ, સૂક્ષ્મત્વ, બાદરત્વ આદિ અનેક પરિણામો સમયે સમયે થતાં જ રહે છે. એક સમયમાં થતાં તે સર્વ પ્રકારના પરિણમનથી યુક્ત પુદ્ગલ કાલની અપેક્ષાએ અપ્રદેશી છે. આ રીતે પરિણામોની બાહુલ્યતાના કારણે ભાવથી અપ્રદેશી પુદ્ગલ કરતાં કાલથી અપ્રદેશી પુદ્ગલ અસંખ્યાત ગુણા છે.
(૩) તેનાથી દ્રવ્યથી અપ્રદેશી(પરમાણુ)પુદ્ગલ અસંખ્યાતગુણા છે— કારણ કે એક અને અનેક ગુણ વર્ણાદિ યુક્ત તથા એક અને અનેક સમયની સ્થિતિ યુક્ત સર્વ પરમાણુ પુદ્ગલનો તેમાં સમાવેશ થઈ જાય છે. આ રીતે તેની બહુલતાના કારણે કાલથી અપ્રદેશી પુદ્ગલ કરતાં દ્રવ્યથી અપ્રદેશી પુદ્ગલ અસંખ્યાતગુણા છે. (૪) તેનાથી ક્ષેત્રથી અપ્રદેશી(એક પ્રદેશાવગાઢ)પુદ્ગલ અસંખ્યાતગુણા છે કારણ કે લોકાકાશના અસંખ્યાત પ્રદેશ છે અને તે પ્રત્યેક પ્રદેશ પર એક પ્રદેશાવગાઢ પરમાણુ કે દ્વિપ્રદેશી આદિ સ્કંધો રહેલા છે. પરમાણુ, તો સર્વ એક પ્રદેશાવગાઢ જ હોય છે. તેમાં એક પ્રદેશાવગાઢ અન્ય સ્કંધો વધતા તે પૂર્વથી અસંખ્યાતગુણા થઈ જાય છે.
(૫) તેનાથી ક્ષેત્રથી સપ્રદેશી(બે આદિ પ્રદેશાવગાઢ)પુદ્ગલ અસંખ્યાતગુણા છે– કારણ કે દ્વિપ્રદેશાવગાઢ, ત્રિપ્રદેશાવગાઢ આદિ અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલોનો તેમાં સમાવેશ થઈ જાય છે. આ રીતે ક્ષેત્રથી સપ્રદેશીના અવગાહના સ્થાન વધી જતાં તેના પર સ્થિત પુદ્ગલો પૂર્વથી અસંખ્યાતગુણા થાય છે.
(૬) તેનાથી દ્રવ્યથી સપ્રદેશી(દ્વિપ્રદેશી આદિ સ્કંધ)પુદ્ગલ વિશેષાધિક છે- કારણ કે ક્ષેત્રથી સપ્રદેશીમાં ક્ષેત્રથી અપ્રદેશી પુદ્ગલોનો અભાવ છે અને અહીં દ્રવ્યથી સપ્રદેશીમાં એક પ્રદેશાવગાઢ