________________
શતક-૫ઃ ઉદ્દેશક-૮
[ ૧૩૭ ]
सपएसाणं अपएसाणं कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया વા ?
णारयपुत्ता ! सव्वत्थोवा पोग्गला भावादेसेणं अपएसा, कालादेसेणं अपएसा असंखेज्जगुणा, दव्वादेसेणं अपएसा असंखेज्जगुणा, खेतादेसेणं अपएसा असंखेज्जगुणा, खेत्तादेसेणं चेव सपएसा असंखेज्जगुणा; दव्वादेसेणं सपएसा विसेसाहिया, कालादेसेणं सपएसा विसेसाहिया, भावादेसेणं सपएसा विसेसाहिया। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! દ્રવ્યાદેશથી, ક્ષેત્રાદેશથી, કાલાદેશથી અને ભાવાદેશથી સપ્રદેશ અને અપ્રદેશ પુદ્ગલોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ?
ઉત્તર- હે નારદપુત્ર! જાવાદેશથી અપ્રદેશ પુદગલ સર્વથી થોડા છે. તેનાથી કાલાદેશથી અપ્રદેશ પુદ્ગલ અસંખ્યાતગુણા, તેનાથી દ્રવ્યાદેશથી અપ્રદેશ પુદ્ગલ અસંખ્યાતગુણા, તેનાથી ક્ષેત્રાદેશથી અપ્રદેશ પુદ્ગલ અસંખ્યાતગુણા, તેનાથી ક્ષેત્રાદેશથી સપ્રદેશ પુદ્ગલ અસંખ્યાતગુણા, તેનાથી દ્રવ્યાદેશથી સપ્રદેશ પુગલવિશેષાધિક, તેનાથી કાલાદેશથી સપ્રદેશ પુગલવિશેષાધિક, તેનાથી ભાવાદેશથી સપ્રદેશ પુદ્ગલ વિશેષાધિક છે.
८ तएणं से णारयपुत्ते अणगारे णियंठिपुत्तं अणगारं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एयं अटुं सम्मं विणएणं भुज्जो भुज्जो खामेइ, खामित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ ।
ભાવાર્થ :- ત્યારપછી નારદપુત્ર અણગારે, નિર્ચથીપુત્ર અણગારને વંદન-નમસ્કાર કર્યા, વંદનનમસ્કાર કરીને, પોતે કહેલા મિથ્યા ઉત્તર માટે સમ્યક વિનયપૂર્વક વારંવાર તેમની ક્ષમાયાચના કરી. આ રીતે ક્ષમાયાચના કરીને, તે નારદપુત્ર અણગાર સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતાં વિચરણ કરવા લાગ્યા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સપ્રદેશી, અપ્રદેશી આઠ બોલોનું અલ્પબદુત્વ છે. તેને અસત્ કલ્પનાથી આ પ્રમાણે સમજી શકાય છે.
અસત્ કલ્પનાથી સર્વ પુદ્ગલોની સંખ્યા એક લાખ માનીએ, તો તેમાં ભાવથી અપ્રદેશ પુદ્ગલ ૧૦૦૦ છે, કાલથી અપ્રદેશ પુલ ૨૦૦૦ છે. દ્રવ્યથી અપ્રદેશ પુલ ૫000 છે અને ક્ષેત્રથી અપ્રદેશ યુગલ ૧0000 છે. તે જ રીતે ક્ષેત્રથી સપ્રદેશ યુગલ ૯૦000 છે. દ્રવ્યથી સપ્રદેશ યુગલ ૯૫000 છે. કાલથી સપ્રદેશ યુગલ ૯૮000 છે અને ભાવથી સપ્રદેશ યુગલ ૯૯૦૦૦ છે, આ