________________
શ્રી ભગવતી સૂત્ર–૨
(૩) કાલથી અપ્રદેશ :- જે પુદ્ગલ કાલથી અપ્રદેશ હોય છે (૧) તે દ્રવ્યથી (૨) ક્ષેત્રથી અને (૩) ભાવથી કદાચિત્ સપ્રદેશ અને કદાચિત્ અપ્રદેશ હોય છે.
૧૩૬
(૪) ભાવથી અપ્રદેશ । :– જે પુદ્ગલ ભાવથી અપ્રદેશ હોય છે (૧) તે દ્રવ્યથી (૨) ક્ષેત્રથી અને (૩) કાલથી કદાચિત્ સપ્રદેશ હોય છે અને કદાચિત્ અપ્રદેશ હોય છે.
(૫) દ્રવ્યથી સપ્રદેશ -- જે પુદ્ગલ । દ્રવ્યથી સપ્રદેશ (દ્વિપ્રદેશી આદિ) હોય છે (૧) તે ક્ષેત્રથી કદાચિત્ અપ્રદેશ હોય છે અને કદાચિત્ સપ્રદેશ હોય છે અર્થાત્ જો તે બે આકાશપ્રદેશમાં રહે તો સપ્રદેશ અને એક આકાશપ્રદેશમાં રહે તો અપ્રદેશ હોય છે. (૨–૩) તે જ રીતે કાલ અને ભાવથી પણ કહેવું જોઈએ.
(૬) ક્ષેત્રથી સપ્રદેશ :- જે પુદ્ગલ ક્ષેત્રથી સપ્રદેશ(અનેક પ્રદેશાવગાઢ) હોય છે (૧) તે દ્રવ્યથી સપ્રદેશ હોય છે કારણ કે બે આકાશ પ્રદેશ પર સ્થિત પુદ્ગલ ઓછામાં ઓછો દ્વિપ્રદેશી સ્કંધ હોય, તેથી તે દ્રવ્યથી અપ્રદેશ હોય શકે નહીં પરંતુ સપ્રદેશ જ હોય છે. (૨–૩) જે પુદ્ગલ ક્ષેત્રથી સપ્રદેશ હોય છે, જે તે કાલથી અને ભાવથી કદાચિત્ સપ્રદેશ હોય છે, કદાચિત્ અપ્રદેશ હોય છે.
(૭) કાલથી સપ્રદેશ :– જે પુદ્ગલ કાલથી સપ્રદેશ હોય છે (૧) તે દ્રવ્યથી (૨) ક્ષેત્રથી અને (૩) ભાવથી કદાચિત્ સપ્રદેશ હોય છે, કદાચિત્ અપ્રદેશ હોય છે.
(૮) ભાવથી સપ્રદેશ ઃ- જે પુદ્ગલ ભાવથી સપ્રદેશ હોય છે (૧) તે દ્રવ્યથી (૨)ક્ષેત્રથી અને (૩) કાલથી કદાચિત્ સપ્રદેશ અને કદાચિત્ અપ્રદેશ હોય છે. ભાવથી સ્વગુણથી સપ્રદેશી હોય તે અન્યગુણની અપેક્ષાએ કદાચિત્ સપ્રદેશી કદાચિત્ અપ્રદેશી હોય છે.
સપ્રદેશી—અપ્રદેશીની પરસ્પર નિયમા ભજનાનો ચાર્ટ :–
સપ્રદેશી—અપ્રદેશી
દ્રવ્યથી
૧. દ્રવ્યથી અપ્રદેશી (પરમાણુ)
૨. ક્ષેત્રથી અપ્રદેશી(એક પ્રદેશાવગાઢ)
૩. કાલથી અપ્રદેશી (એક સમય સ્થિતિક)
૪. ભાવથી અપ્રદેશી(એકગુણ કાલા આદિ)
૫. દ્રવ્યથી સપ્રદેશી(દ્વિપ્રદેશી આદિ)
૬. ક્ષેત્રથી સપ્રદેશી(દ્વિપ્રદેશાવગાઢ આદિ)
૭. કાલથી સપ્રદેશી (દ્વિસમય સ્થિતિક આદિ)
૮. ભાવથી સપ્રદેશી(દ્વિગુણ કાલા આદિ)
ભજના
ભજના
ભજના
સપ્રદેશી
ભજના
ભજના
ક્ષેત્રથી
અપ્રદેશ ભજના
ભજના
ભજના
ભજના
ભજના
કાલથી ભાવથી
ભજના
ભજના
ભજના
ભજના
ભજના
ભજના
ભજના
ભજના
ભજના
ભજના
ભજના
ભજના
સપ્રદેશી-અપ્રદેશી પુદ્ગલોનું અલ્પબહુત્વ ઃ
७ एएसि णं भंते ! पोग्गलाणं दव्वादेसेणं खेत्तादेसेणं कालादेसेणं भावादेसेणं