________________
શતક-૫ઃ ઉદ્દેશક-૮
[ ૧૩૫ ]
નારદપુત્ર અણગારના જ્ઞાનને નિર્મળ અને સ્પષ્ટ કરવા દીક્ષાપર્યાયમાં જ્યેષ્ઠ એવા નિગ્રંથીપુત્ર અણગારે પ્રશ્નચર્ચાનો આશ્રય લીધો. નારદપુત્ર અણગારનો ઉત્તર એકાંતિક હોવાથી પ્રતિપ્રશ્નના માધ્યમે નિગ્રંથીપુત્ર અણગારે નારદપુત્ર અણગારની તત્ત્વ જિજ્ઞાસા પ્રગટાવીને અનેકાંત દષ્ટિએ સમાધાન રજૂ કર્યું
નારદ પુત્ર અણગારે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ સર્વને માત્ર સાદ્ધ સમધ્ય સપ્રદેશ કહ્યા છે. જ્યારે નિર્ચથી પત્ર અણગારે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ સર્વને સપ્રદેશી અને અપ્રદેશી બંને કહ્યા છે. તેમજ તેઓએ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને પરસ્પર સંબંધિત કરતાં સપ્રદેશી અપ્રદેશોની નિયમા ભજના સંબંધી સ્પષ્ટીકરણ કર્યું છે.
પ્રસ્તુત સૂત્રના અવલોકનથી જણાય છે કે સૂત્રોક્ત જ્ઞાન ચર્ચાનો પ્રારંભ સાર્ધ, સમધ્ય, સપ્રદેશ, અનર્ધ, અમધ્ય, અપ્રદેશથી થયો છે અને અંતિમ રજૂઆત સપ્રદેશ–અપ્રદેશથી થઈ છે. અર્થાત્ તેમાં સાર્ધાદિની વાત ગૌણ બની ગઈ હોય તેમ લાગે છે.
આ શતકના સાતમા ઉદ્દેશકમાં પરમાણુથી અનંતપ્રદેશી સ્કંધ માટે સાર્ધાદિ છ બોલનું સ્પષ્ટીકરણ છે. અહીં પણ તે જ રીતે સમજવું.
અપ્રદેશ-સપ્રદેશ - દ્રવ્યાની અપેક્ષા પરમાણુ, ક્ષેત્રની અપેક્ષા એક પ્રદેશાવગાઢ પુદ્ગલ, કાલની અપેક્ષા એક સમય સ્થિતિક પુદ્ગલ અને ભાવની અપેક્ષા એક ગુણ વર્ણાદિવાળા પુદ્ગલ અપ્રદેશ કહેવાય છે. બે થી અનંત પ્રદેશી અંધ, બે થી અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલ, બે થી અસંખ્યાત સમય સ્થિતિક પુદ્ગલ અને બે ગુણથી અનંતગુણ વર્ણાદિવાળા પુદ્ગલ સપ્રદેશ કહેવાય છે. સપ્રદેશી અપ્રદેશી પુદ્ગલોનો પરસ્પર સંબંધ - (૧) દ્રવ્યથી અપ્રદેશ - જે પુગલો દ્રવ્યથી અપ્રદેશ(પરમાણુરૂપ) હોય છે (૧) તે પુદ્ગલ ક્ષેત્રથી એક પ્રદેશાવગાઢ હોવાથી નિશ્ચિતરૂપે અપ્રદેશ છે. (૨) કાલથી તે પુદ્ગલ જો એક સમયની સ્થિતિવાળા હોય તો અપ્રદેશ અને જો અનેક સમયની સ્થિતિવાળા હોય તો સપ્રદેશ છે. (૩) તે જ રીતે ભાવથી એક ગુણ કાળા આદિ હોય તો અપ્રદેશ અને અનેક ગુણ કાળા આદિ હોય તો તે પ્રદેશ છે. (ર) ક્ષેત્રથી અપ્રદેશ :- જે પુગલ ક્ષેત્રની અપેક્ષાએ અપ્રદેશ(એક પ્રદેશાવગાઢ) હોય છે (૧) તે દ્રવ્યથી કદાચિત્ સપ્રદેશ અને કદાચિત્ અપ્રદેશ હોય. અર્થાત્ જો એક આકાશ પ્રદેશ પર પરમાણુ સ્થિત હોય તો તે દ્રવ્યથી અપ્રદેશ છે અને જો એક આકાશ પ્રદેશ પર ઢિપ્રદેશી આદિ અનંતપ્રદેશી અંધ સ્થિત હોય તો તે દ્રવ્યથી સંપ્રદેશ છે. (૨) જે પુગલ ક્ષેત્રથી અપ્રદેશ છે તે કાલથી કદાચિત્ અપ્રદેશ અને કદાચિત સપ્રદેશ હોય છે જેમ કે એક પ્રદેશાવગાઢ પુદ્ગલ એક સમયની સ્થિતિવાળા હોય, તો કાલાપેક્ષા અપ્રદેશ છે, પરંતુ જો તે અનેક સમયની સ્થિતિવાળા હોય તો કાલાપેક્ષયા સપ્રદેશ છે. (૩) જે પુદ્ગલ ક્ષેત્રથી અપ્રદેશ છે તે જો એકગુણ કાળા હોય તો ભાવની અપેક્ષાએ અપ્રદેશ અને જો તે અનેકગુણ કાળા હોય તો ભાવની અપેક્ષા સપ્રદેશ છે.