________________
૧૩૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૨
से, सिय अपएसे; भावओ सिय सपएसे, सिय अपएसे । जे खेत्तओ अपए से- से दव्वओ सिय सपएसे, सिय अपएसे; कालओ भयणाए; भावओ भयणाए; जहा खेत्तओ तहा कालओ, भावओ ।
जे दव्वओ सपएसे- से खेत्तओ सिय सपएसे, सिय अपएसे; एवं कालओ, भावओ वि । जे खेत्तओ सपएसे- से दव्वओ णियमा सपएसे; कालओ भयणाए भावओ भयणाए, जहा दव्वओ तहा कालओ, भावओ वि ।
ભાવાર્થ :- ત્યારે નિર્ચથીપુત્ર અણગારે નારદપુત્ર અણગારને આ પ્રમાણે કહ્યું- હે આર્ય ! મારી ધારણાનુસાર દ્રવ્યાદેશથી પુગલ સપ્રદેશ પણ છે અને અપ્રદેશ પણ છે તથા તે અનંત છે, ક્ષેત્રાદેશથી, કાલાદેશથી તથા ભાવાદેશથી પણ તે જ રીતે છે.
જે પુગલ દ્રવ્યાદેશથી અપ્રદેશ છે- તે ક્ષેત્રાદેશથી પણ નિશ્ચિતરૂપે અપ્રદેશ છે. તે પુદ્ગલ કાલાદેશથી કોઈ સંપ્રદેશ હોય છે તથા કોઈ અપ્રદેશ હોય છે અને ભાવાદેશથી પણ કોઈ સંપ્રદેશ હોય અને કોઈ અપ્રદેશ હોય છે. ll૧.
જે પુદ્ગલ ક્ષેત્રાદેશથી અપ્રદેશ છે– તે દ્રવ્યાદેશથી કોઈ સંપ્રદેશ તથા કોઈ અપ્રદેશ હોય છે. કાલાદેશથી અને ભાવાદેશથી પણ આ પ્રમાણે ભજના જાણવી જોઈએ અર્થાત્ કોઈ સંપ્રદેશ અને કોઈ અપ્રદેશ હોય છે. રા.
જે રીતે ક્ષેત્રથી અપ્રદેશના વિષયમાં કહ્યું, તે જ રીતે કાલથી અને ભાવથી અપ્રદેશના વિષયમાં પણ કહેવું જોઈએ. ૩-૪
જે પુદગલ દ્રવ્યથી સપ્રદેશ છે- તે ક્ષેત્રથી કોઈ પ્રદેશ હોય છે અને કોઈ અપ્રદેશ હોય છે, તે જ રીતે કાલ અને ભાવથી પણ સપ્રદેશ અને અપ્રદેશ હોય છે. આપણે
જે પુગલ ક્ષેત્રથી સપ્રદેશ છે– તે દ્રવ્યથી નિશ્ચિતરૂપે સપ્રદેશ હોય છે, પરંતુ કાલથી અને ભાવથી ભજન જાણવી જોઈએ. અર્થાતુ કોઈ સપ્રદેશ અને કોઈ અપ્રદેશ હોય છે. ગ્રા.
જેમ દ્રવ્યની અપેક્ષાએ સપ્રદેશી પુગલના સંબંધમાં કહ્યું, તે જ રીતે કાલ અને ભાવની અપેક્ષાએ સપ્રદેશી પુદ્ગલના સંબંધમાં પણ કથન કરવું જોઈએ. ll૭–ા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ભગવાન મહાવીરના બે શિષ્યો નિગ્રંથીપુત્ર અણગાર અને નારદપુત્ર અણગારની વચ્ચે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવની અપેક્ષાએ સર્વ પુદ્ગલોની સાર્ધતા–અનર્ધતા, સમધ્યતા–અમધ્યતા, સપ્રદેશતા–અપ્રદેશતા વિષયક થયેલી રસમય તત્ત્વ ચર્ચાનું વર્ણન છે.