________________
શતક-૫ઃ ઉદ્દેશક-૮
[ ૧૩૩ ]
ते एगगुणकालए वि पोग्गले सअड्डे समज्झे सपएसे?
अह ते एवं ण भवइ तो जं तुमं वयसि 'दव्वादेसेण वि सव्वपोग्गला सअड्डा समज्झा सपएसा; णो अणड्डा अमज्झा अपएसा जाव भावादेसेण वि सव्वपोग्गला सअड्डा समज्झा सपएसा; णो अणड्ढा अमज्झा अपएसा; त ण मिच्छा । ભાવાર્થ:- ત્યાર પછી નિગ્રંથીપુત્ર અણગારે નારદ પુત્ર અણગારને આ પ્રમાણે પ્રતિપ્રશ્ન કર્યો છે આર્ય ! જો તમારી સમજ પ્રમાણે દ્રવ્યાદેશથી સર્વ પુદ્ગલ સાર્ધ સમધ્ય અને સંપ્રદેશ છે; અનર્થ અમધ્ય અપ્રદેશ નથી; તો શું પરમાણુ પુલ પણ સાર્ધ સમધ્ય સપ્રદેશ છે? અનર્થ અમધ્ય અને અપ્રદેશ નથી?
હે આર્ય! જો ક્ષેત્રાદેશથી સર્વ પુદ્ગલ સાર્ધ, સમધ્ય અને પ્રદેશ છે, તો શું એક પ્રદેશાવગાઢ પુગલ પણ સાર્ધ, સમધ્ય, અને સપ્રદેશ છે?
હે આર્ય! જો કાલાદેશથી સર્વ પુદ્ગલ સાર્ધ, સમધ્ય અને પ્રદેશ છે, તો શું એક સમયની સ્થિતિ- વાળા પુદ્ગલ પણ સાર્ધ, સમધ્ય અને સંપ્રદેશ છે?
હે આર્ય! જો ભાવાદેશથી સમસ્ત પુદ્ગલ સાર્ધ, સમધ્ય અને પ્રદેશ છે, તો શું એક ગુણ કાળા પુદ્ગલ પણ સાર્ધ, સમધ્ય અને પ્રદેશ છે?
- જો તમારી સમજથી આ પ્રમાણે ન હોય, તો જે તમે કહ્યું કે દ્રવ્યાદેશથી સમસ્ત મુગલ સાર્ધ, સમધ્ય અને સપ્રદેશ છે, અનર્ધ, અમધ્ય અને અપ્રદેશ નથી તેમજ ક્ષેત્રાદેશથી, કાલાદેશથી અને ભાવાદેશથી પણ તે જ રીતે છે, આ પ્રકારનું તમારું કથન મિથ્યા છે. | ५ तएणं से णारयपुत्ते अणगारे णियंठिपुत्तं अणगारं एवं वयासी- णो खलु अहं देवाणुप्पिया ! एयमढे जाणामो पासामो; जइ णं देवाणुप्पिया णो गिलायति परिकहित्तए तं इच्छामि णं देवाणुप्पियाणं अंतिए एयमटुं सोच्चा णिसम्म जाणित्तए । ભાવાર્થ - ત્યારે નારદપુત્ર અણગારે નિગ્રંથી પુત્ર અણગારને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! હું આ વિષયમાં સારી રીતે જાણતો નથી કે સમજતો નથી; હે દેવાનુપ્રિય! જો આપને આ વિષયને સ્પષ્ટીકરણપૂર્વક કહેવામાં કોઈ પણ પ્રકારની તકલીફ(કષ્ટ) ન હોય તો હું આપ દેવાનુપ્રિય પાસેથી આ વિષયને સારી રીતે સાંભળીને સમજીને જાણવા ઈચ્છું છું. |६ तएणं से णियंठिपुत्ते अणगारे णारयपुत्तं अणगारं एवं वयासी- दव्वादेसेण वि मे अज्जो ! सव्वे पोग्गला सपएसा वि, अप्पएसा वि अणता; खेत्तादेसेण वि कालादेसेण वि, भावादेसेण वि एवं चेव ।
जे दव्वओ अपएसे- से खेत्तओ णियमा अपएसे; कालओ सिय सपए