________________
| ૧૩૦ |
શ્રી ભગવતી સૂત્ર-૨
સૌપચય–સાવચય - (૧) સોપચય = કેવળ(માત્ર) નવા જીવો જન્મ, (૨) સાપચય = કેવળ(માત્ર)
ત્યાં રહેલા જીવો મરે, (૩) સોપચયસાપચય = જન્મ, મરણ બંને થાય, (૪) નિરુપચય-નિરપચય = જન્મ, મરણ બંને ન થાય.
સમુચ્ચય જીવમાં સર્વકાલ પર્યત ચોથો ભંગ હોય છે. કારણ કે જીવનું જીવત્વ ત્રિકાલ શાશ્વત છે. તેમાં જન્મમરણ થતા નથી.
પાંચ સ્થાવરમાં સર્વકાલ પર્યત ત્રીજો ભંગ હોય છે, કારણ કે ત્યાં જન્મ, મરણનો વિરહકાલ નથી.
શેષ સર્વ દંડકમાં પ્રથમ ત્રણ ભંગની સ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમાં ભાગની, ચોથા ભંગની સ્થિતિ તેના વિરહકાલની સમાન છે.
સિદ્ધોમાં પ્રથમ ભંગની સ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ આઠ સમયની છે. ચોથા ભંગની સ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ છ માસની છે.