________________
શતક-૫ઃ ઉદ્દેશક-૮
૧૨૯ ]
કાલથી સપ્રદેશ પુદ્ગલ - દ્રવ્યથી, ક્ષેત્રથી, ભાવથી ભજના હોય છે. ભાવથી અપ્રદેશ પુદ્ગલ :- દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી ભજના હોય છે. ભાવની અપેક્ષાએ પોતાના ગુણમાં અપ્રદેશ, અન્ય ગુણમાં ભજના હોય છે. જેમ કે– એક ગુણ કાળા પુદ્ગલ ગંધની અપેક્ષાએ એક ગુણ સુગંધી કે અનેક ગુણ સુગંધી હોય શકે છે, આ રીતે રસ, સ્પર્શ આદિ દરેક ગુણમાં સમજવું જોઈએ. ભાવથી સંપ્રદેશ પગલઃ- દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી ભજના છે અને ભાવથી પોતાના ગુણમાં સપ્રદેશ હોય અને અન્ય ગુણમાં ભજના હોય છે. અલ્પબદુત્વઃ- (૧) સર્વથી થોડા ભાવથી અપ્રદેશ પુદ્ગલ (ર) તેથી કાલની અપેક્ષાએ અપ્રદેશ અસંખ્યાતગુણા (૩) તેથી દ્રવ્યની અપેક્ષાએ અપ્રદેશ પુદ્ગલ અસંખ્યાતગુણા (૪) તેથી ક્ષેત્રની અપેક્ષાએ અપ્રદેશ અસંખ્યાતગુણા (૫) તેથી ક્ષેત્રની અપેક્ષાએ સપ્રદેશ પુદ્ગલ અસંખ્યાતગુણા (૬) તેથી દ્રવ્યની અપેક્ષાએ સપ્રદેશ વિશેષાધિક (૭) તેથી કાલની અપેક્ષાએ સપ્રદેશ પુદ્ગલ વિશેષાધિક (૮) તેથી ભાવની અપેક્ષાએ સપ્રદેશ વિશેષાધિક છે. હાનિ વહિ. અવસ્થિતિ :- (૧) હાનિ- કોઈ પણ સ્થાનમાં ઘણા જીવો મરે અને અલ્પ જીવો ઉત્પન્ન થાય ત્યારે જીવોની સંખ્યા ઘટે, તેને હાનિ કહે છે અથવા કોઈ સમયે જીવો મરે, પણ નવા જન્મે નહીં, ત્યારે પણ હાનિ થાય. (૨) વૃદ્ધિ- ઘણા જીવો ઉત્પન્ન થાય અને અલ્પ જીવો મરે ત્યારે જીવોની સંખ્યા વધે છે, તેને વૃદ્ધિ કહે છે અથવા કોઈ સમયે જીવો નવા જન્મ અને મરે નહીં તો પણ વૃદ્ધિ થાય. (૩) અવસ્થિતિજીવોની સંખ્યામાં વધ-ઘટ ન થાય તેને અવસ્થિતિ કહે છે. સમુચ્ચય જીવની સંખ્યા ત્રિકાલ શાશ્વત છે, તેમાં કદાપિ વધઘટ થતી નથી. તેથી તે સદાને માટે અવસ્થિત છે.
ચોવીસ દંડકના જીવોમાં ક્યારેક હાનિ, ક્યારેક વૃદ્ધિ અને ક્યારેક અવસ્થિતિ રહે છે. હાનિ-વૃદ્ધિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગ પર્યત થાય છે.
ચોવીસ દંડકના જીવોમાં તેનો અવસ્થિતકાલ વિરહકાલથી બમણો છે. જેમ કે સમુચ્ચય નરકગતિનો વિરહકાલ ૧૨ મુહૂર્તનો છે. ૧૨ મુહૂર્ત પર્યત નરકમાં કોઈ પણ જીવના જન્મ-મરણ થતા નથી. ત્યાર પછી સમ સંખ્યામાં(જેટલા જન્મે તેટલા જ મૃત્યુ પામે) જન્મ મરણ થઈ પુનઃ ૧૨ મુહૂર્ત પર્વતનો વિરહ થઈ જાય, તેથી અવસ્થિતકાલ ૨૪ મુહૂર્તનો થાય છે. આ રીતે પ્રત્યેક દંડકમાં જાણી લેવું જોઈએ. એકેન્દ્રિયોમાં વિરહકાલ નથી. તેમ છતાં ક્યારેક આવલિકાના અસંખ્યાતમા ભાગ સુધી જન્મ-મરણ સમાન સંખ્યામાં થાય છે ત્યારે તેટલો અવસ્થિત કાલ કહેવાય છે. અથવા સમુચ્ચય એકેન્દ્રિયના કથનની અપેક્ષાએ જેટલો કાલ ત્રસ જીવોની ઉત્પત્તિ એકેન્દ્રિયોમાં ન થાય તેટલો એકેન્દ્રિયોનો અવસ્થિતકાલ થાય છે.
સિદ્ધોમાં વૃદ્ધિ થાય છે, ત્યાંથી કોઈ જીવ નીકળતા નથી તેથી તેમાં હાનિ થતી નથી. વૃદ્ધિ થાય તો જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ આઠ સમય પર્યત થાય છે અને સિદ્ધગતિમાં છ માસનો વિરહકાલ છે, તેથી તેનો અવસ્થિતકાલ છ માસનો છે.