________________
૧૨૮
શતક-૫ : ઉદ્દેશક-૮
સંક્ષિપ્ત સાર
શ્રી ભગવતી સૂત્ર–૨
આ ઉદ્દેશકમાં પ્રભુ મહાવીરના બે શિષ્ય નારદપુત્ર અણગાર અને નિગ્રંથી પુત્ર અણગારની પુદ્ગલ દ્રવ્યમાં સપ્રદેશતા—અપ્રદેશતા વિષયક ચર્ચા, ૨૪ દંડકના જીવોમાં હાનિ, વૃદ્ધિ અને અવસ્થિતિ તથા સોપચય, સાપચય, સોપચય–સાપચય અને નિરુપચય–નિરપચયનું અને તેના કાલમાનનું પ્રતિપાદન છે.
સપ્રદેશ-અપ્રદેશ ઃ– જે નિરંશ હોય, કોઈ પણ રીતે જેનું વિભાજન થતું ન હોય તેને અપ્રદેશ અને શેષને સપ્રદેશ કહે છે.
દ્રવ્યથી :– પરમાણુ પુદ્ગલ અપ્રદેશ અને શેષ સ્કંધ સપ્રદેશ છે.
ક્ષેત્રથી :– એક પ્રદેશાવગાઢ પુદ્ગલ અપ્રદેશ અને દ્વિપ્રદેશાવગાઢથી અસંખ્ય પ્રદેશાવગાઢ સુધીના પુદ્ગલ સપ્રદેશ છે.
કાલથી :– એક સમયની સ્થિતિવાળા પુદ્ગલ અપ્રદેશ અને બે સમયથી અસંખ્યાત સમયની સ્થિતિ વાળા પુદ્ગલ સપ્રદેશ છે.
ભાવથી :– એક ગુણ કાળા યાવત્ એક ગુણ રૂક્ષ પુદ્ગલ અપ્રદેશ અને બે ગુણથી અનંત ગુણ રૂક્ષ પુદ્ગલ સુધી સપ્રદેશ છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ પરસ્પર સંબંધિત છે. તેની અપેક્ષાએ વિચારણા–
દ્રવ્યથી અપ્રદેશ પુદ્ગલ – ક્ષેત્રથી નિયમા અપ્રદેશ જ હોય કારણ કે પરમાણુ એક પ્રદેશાવગાઢ જ હોય છે. તે કાલથી અને ભાવથી કદાચિત્ સપ્રદેશ અને કદાચિત્ અપ્રદેશ હોય છે.
દ્રવ્યથી સપ્રદેશ પુદ્ગલ = · ક્ષેત્રથી, કાલથી, ભાવથી કદાચિત્ સપ્રદેશ, કદાચિત્ અપ્રદેશ હોય છે. ક્ષેત્રથી અપ્રદેશ પુદ્ગલ :– દ્રવ્યથી, કાલથી, ભાવથી કદાચિત્ સપ્રદેશ કદાચિત્ અપ્રદેશ હોય છે. ક્ષેત્રથી સપ્રદેશ પુદ્ગલ :– દ્રવ્યથી નિયમા સપ્રદેશ હોય, કાલથી અને ભાવથી ભજના હોય છે. કાલથી અપ્રદેશ પુદ્ગલ ઃ- દ્રવ્યથી, ક્ષેત્રથી, ભાવથી કદાચિત્ અપ્રદેશ, કદાચિત્ સપ્રદેશ હોય છે.