________________
શતક-૫ઃ ઉદ્દેશક-૭.
૧૨૭ ]
વર્ણિત વિવેચના વિધિથી) સાધ્ય, સાધક, દષ્ટાંત, ઉપનય, નિગમન રૂપે પણ વિશ્લેષણ કરી શકાય છે. પરંતુ સુત્રોમાં અજ્ઞાનમરણ, છાઘસ્થિક મરણ અને કેવળમરણનું કથન હોવાથી અહીં જ્ઞાન તથા આચરણની પ્રમુખતાએ વિશ્લેષણ કર્યું છે.
હેતુ સંબંધી આ સંક્ષિપ્ત સૂત્રોનું તાત્પર્ય સમજવું અતિ કઠિન છે. આ કારણે જ નવાંગી ટીકાકાર આચાર્યશ્રી અભયદેવસૂરિજીએ આ સૂત્રની સુવિસ્તૃત વિવેચના કરીને અંતે આ પ્રમાણે કહ્યું છે કેअर्थगमनिकामात्रमेवेदम् । अष्टानामप्येषां सूत्राणां भावार्थ तु बहुश्रुताः विदन्ति। સુત્ર અને પદોની ગમનિકા(શબ્દપરક અર્થ વિવેચના) માત્ર કરી છે. વિશેષમાં આ આઠે ય સુત્રોનો વાસ્તવિક અર્થ પરમાર્થ તો બહુશ્રુત આચાર્ય જ જાણે છે.
છે શતક પ/
સંપૂર્ણ છે.