________________
[ ૧૨ઃ |
શ્રી ભગવતી સૂત્ર-૨
પ્રાપ્ત મોક્ષ. (૧-૨) ૩, ૩ જ ગાળ = કેટલાક લોકોને આશ્રવ અને આશ્રવ દ્વારા પ્રાપ્ત સંસાર પરિભ્રમણનું જ્ઞાન, વિજ્ઞાન, શ્રદ્ધાન તથા તેના ત્યાગરૂપ આચરણ હોતું નથી. તેવા અજ્ઞાની જીવ અજ્ઞાન મરણે મરે છે. (૩-૪) ૨૩, દે૩MT નાડુ કેટલાક લોકોને આશ્રવ અને આશ્રવ દ્વારા પ્રાપ્ત સંસાર પરિભ્રમણનું જ્ઞાન, વિજ્ઞાન, શ્રદ્ધાન હોય છે પણ ત્યાગરૂપ આચરણ હોતું નથી. તેવા જ્ઞાની જીવ(કેવળજ્ઞાન અપ્રાપ્ત જીવ) પંડિત મરણે-છદ્મસ્થ મરણે મરે છે. (પ-૬) દેવું, ગધેડા જ ગાબડું = કેટલાક લોકોને સંવર અને સંવરથી પ્રાપ્ત થનાર મોક્ષનું જ્ઞાન, વિજ્ઞાન, શ્રદ્ધાન અને આચરણના અભાવે કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નથી, તેઓ છદ્મસ્થ મરણે મરે છે. (૭-૮)
૩ ગાબડુ = કેટલાક લોકો સંવર અને સંવર દ્વારા પ્રાપ્ત થનાર મોક્ષના જ્ઞાન, વિજ્ઞાન, શ્રદ્ધા અને આચરણના કારણે કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે અને કેવળ મરણે મરે છે. શાન દષ્ટિએ વિચારણા – અહીં હેતુ એટલે કારણ. પદાર્થોના જ્ઞાનમાં આગમ કે આખપુરુષના વચન કારણ રૂપ છે. હેતુથી એટલે આગમ દ્વારા થતું સૂમાદિ પદાર્થનું જ્ઞાન.
અહેતુ એટલે બાહ્ય નિમિત્ત વિના આત્મસમુત્પન્ન પ્રત્યક્ષજ્ઞાન(અવધિજ્ઞાન આદિ) અને અહેતુથી એટલે પ્રત્યક્ષજ્ઞાન(અવધિજ્ઞાન આદિ) દ્વારા આલોકિત પદાર્થોનું સ્પષ્ટ જ્ઞાન. (૧-૨) ૩, ૩ જ ગાબડું = કેટલાક લોકોને આગમ કે આપ્તપુરુષના વચનનું અને આત્માદિ હેતુગ્રાહ્ય પદાર્થોનું જ્ઞાન, વિજ્ઞાન, શ્રદ્ધાનું કે આચરણ હોતું નથી. તેવા મતિધૃત અજ્ઞાની જીવો અજ્ઞાન મરણે મરે છે. (૩–૪) ૩, ૩UT ના કેટલાક લોકોને આગમ કે આપ્તપુરુષના વચનનું જ્ઞાન, વિજ્ઞાનાદિ હોય છે તેવા મતિ–શ્રુતજ્ઞાની છદ્મસ્થપણે પંડિત મરણે મરે છે. (૫-૬) અહેવું, અ૩ જ ગાળ = કેટલાક લોકોને સર્વદ્રવ્ય, સર્વપર્યાયનું જ્ઞાન, વિજ્ઞાનાદિ હોતા નથી. (તેઓને દ્રવ્ય અને તેની અસર્વ પયાર્યોનું આંશિકજ્ઞાન હોય છે.) તેથી તેઓ (વિકલ પ્રત્યક્ષજ્ઞાની) છદ્મસ્થ મરણે મરે છે. (૭૮) વવUT US . કેટલાક પ્રત્યક્ષજ્ઞાનીને સર્વ દ્રવ્ય, સર્વ પર્યાયનું જ્ઞાન વિજ્ઞાનાદિ હોય છે. તેથી તેઓ (સકલ પ્રત્યક્ષજ્ઞાની-કેવળી હોવાથી) કેવળી મરણે મરે છે.
તાત્પર્ય એ છે કે પ્રથમ બે સૂત્રમાં મતિશ્રુત અજ્ઞાની, ત્રીજા-ચોથા બે સૂત્રમાં મતિ, શ્રુતજ્ઞાની, પાંચમા, છટ્ટા બે સૂત્રમાં વિકલ પ્રત્યક્ષજ્ઞાની અને સાતમા, આઠમા સૂત્રમાં સકલ પ્રત્યક્ષજ્ઞાનીનું કથન છે.
આ સૂત્રોમાં પ્રયુક્ત હેતુ શબ્દથી કાર્યકારણ ભાવને અનુલક્ષીને ન્યાય દષ્ટિથી (ચાયગ્રંથોમાં