________________
૧૨૪ ]
શ્રી ભગવતી સત્ર-૨
સાધનોને શ્રદ્ધાપૂર્વક સ્વીકારતા નથી. (૪) કેટલીક વ્યક્તિ હેતુને પ્રાપ્ત કરતા નથી અર્થાત્ સંસારથી પાર થવાના સાધનોને અપનાવતા નથી. (૫) કેટલીક વ્યક્તિ હેતુપૂર્વક અજ્ઞાન મરણે મરે છે અર્થાત્ અજ્ઞાન દશામાં મરવાના કારણોથી મરે છે. ३० पंच हेऊ पण्णत्ता, तं जहा- हेउणा ण जाणइ, हेउणा ण पासइ, हेउणा ण बुज्झइ, हेउणा णाभिगच्छइ, हेउणा अण्णाणमरण मरइ । ભાવાર્થ - પાંચ હેત કહ્યા છે. તે આ પ્રમાણે છે– (૧) કેટલાક લોકોને હેતુ(આશ્રવ) દ્વારા સંસાર ભ્રમણ થાય તેનું જ્ઞાન હોતું નથી તેમજ (૨–૩) કેટલાક લોકોને આ વાતનું વિજ્ઞાન, શ્રદ્ધાન હોતું નથી (૪) કેટલાક લોકો સંસાર ભ્રમણથી બચવાના ઉપાયોનું આચરણ કરતા નથી (૫) અંતે આ તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન આદિના અભાવ રૂપ અજ્ઞાન મરણથી તેઓ મરે છે. |३१ पंच हेऊ पण्णत्ता । तं जहा- हे जाणइ, हेउं पासइ, हेउं बुज्झइ, हे अभिसमा- गच्छइ, हेउं छउमत्थमरणं मरइ । ભાવાર્થ - પાંચ હેતુ કહ્યા છે. તે આ પ્રમાણે છે– (૧–૩) કેટલાક લોકોને આશ્રવનું જ્ઞાન, વિજ્ઞાન અને શ્રદ્ધાન હોય છે (૪) તેઓને આશ્રવના ત્યાગ રૂપ આચરણ પણ હોય છે (૫) અંતે તેઓ આ જ્ઞાન, વિજ્ઞાન આદિ હોવાથી પૂર્વ સુત્રોક્ત અજ્ઞાન મરણથી મરતા નથી તથા કેવળજ્ઞાની ન હોવાથી તે છદ્મસ્થ અવસ્થામાં છદ્મસ્થ મરણથી મરે છે. |३२ पंच हेऊ पण्णत्ता, तं जहा- हेउणा जाणइ, हेउणा पासइ, हेटणा बुज्झइ, हेउणा अभिसमागच्छइ, हेउणा छउमत्थमरणं मरइ । ભાવાર્થ - પાંચ હેતુ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧–૩) ૩ = આશ્રવ દ્વારા અર્થાત્ આશ્રવના સેવનથી સંસાર ભ્રમણ થાય છે, આ તત્ત્વનું કેટલાક લોકોને જ્ઞાન, વિજ્ઞાન અને શ્રદ્ધાન હોય છે (૪) કેટલાક તે જ્ઞાન, વિજ્ઞાન, શ્રદ્ધાન સાથે તે આશ્રવોના સેવનનો ત્યાગ કરે છે. (૫) અંતે તે જ્ઞાન, વિજ્ઞાન આદિ હોવાથી અજ્ઞાન મરણથી ન મરતાં અને કેવળજ્ઞાન ન હોવાથી કેવળી મરણથી ન મરતાં છદ્મસ્થ મરણથી મરે છે. |३३ पंच अहेऊ पण्णत्ता, तं जहा- अहेउ ण जाणइ, अहेउ ण पासइ, अहेउं ण बुज्झइ, अहेउं णाभिगच्छइ, अहेउ छउमत्थमरणं मरइ । ભાવાર્થ - પાંચ અહેતુ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) અહેતુ = સંવર, પાપોનો ત્યાગ, આશ્રવોનો ત્યાગ. કેટલાક લોકોને સંવર તત્ત્વનું જ્ઞાન હોતું નથી. તેમજ (૨-૪) સંવરના વિજ્ઞાન, શ્રદ્ધાન અને આચરણ હોતા નથી. (૫) આ રીતે પૂર્વ ચાર સૂત્ર વર્ણિત આશ્રવને જાણનારા પણ જો સંવર અને તેના આચરણનું