________________
શતક-૫ઃ ઉદેશક-૭
[ ૧૨૩]
કરી છે; ભવન–પરિગૃહીત કર્યા છે. તે ઉપરાંત દેવ-દેવીઓ, મનુષ્ય-મનુષ્ય સ્ત્રીઓ અને તિર્યચ–તિર્યંચ સ્ત્રીઓ; આસન, શયન, ખંડ, ભાંડ અને સચિત, અચિત અને મિશ્ર દ્રવ્ય પરિગૃહીત કર્યા છે. તેથી પંચેન્દ્રિય તિર્યંચ યોનિક જીવ સારંભી અને સપરિગ્રહી છે પરંતુ અનારંભી અને અપરિગ્રહી નથી.
જે રીતે તિર્યંચ પંચેન્દ્રિય જીવોના સારંભ અને સપરિગ્રહ હોવાના વિષયમાં કહ્યું, તે જ પ્રમાણે મનુષ્યોના વિષયમાં કહેવું જોઈએ.
જે રીતે ભવનપતિ દેવોના વિષયમાં કહ્યું છે, તે જ રીતે વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવોના વિષયમાં કહેવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૨૪ દંડકોના જીવોની સારંભી અને સપરિગ્રહી હોવાની કારણ સહિત પ્રરૂપણા કરી છે. આરંભ:- જે પ્રવૃત્તિથી કોઈ પણ જીવોના પ્રાણ હનન કે ઉપમર્દન થાય તે. પરિગ્રહ – કોઈ પણ વસ્તુ અથવા ભાવનું મમતા–મૂચ્છ ભાવપૂર્વક ગ્રહણ અથવા સંગ્રહ.
જોકે એકેન્દ્રિય આદિ જીવ આરંભ–પરિગ્રહ યુક્ત દેખાતા નથી, તોપણ તેઓને સારંભી સપરિગ્રહી કહ્યા છે. તેનું કારણ એ છે કે જ્યાં સુધી કોઈપણ જીવ મન, વચન, કાયાથી, સ્વેચ્છાએ આરંભ અને પરિગ્રહના પ્રત્યાખ્યાન(ત્યાગ) ન કરે, ત્યાં સુધી તેને અનારંભી કે અપરિગ્રહી કહી શકાય નહીં તેથી તેને આરંભ પરિગ્રહયુક્ત કહ્યા છે. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય પ્રાણીઓને પણ સિદ્ધાંતાનુસાર શરીર, કર્મ અને તે સંબંધિત ઉપકરણોનો પરિગ્રહ હોય છે. તેઓ પોતાના આહાર અને શરીર રક્ષા આદિ કારણે આરંભ પણ કરે જ છે. તિર્યંચ પંચેન્દ્રિય જીવો, મનુષ્યો, નારકો તથા દેવોને આરંભ અને પરિગ્રહમાં મૂચ્છભાવ દષ્ટિગોચર થાય છે. મનુષ્યોમાં વીતરાગ પુરુષ, કેવલી તથા નિગ્રંથ સાધુ–સાધ્વી આરંભ-પરિગ્રહથી મુક્ત હોય છે. પરંતુ અહીં સર્વ મનુષ્યની અપેક્ષાએ મનુષ્યને સારંભી અને સપરિગ્રહી કહ્યા છે. પાંચ હેતુ-અહેતુઓનું નિરૂપણ -
२९ पंच हेऊ पण्णत्ता, तं जहा- हेण जाणइ, हेउ ण पासइ, हेउं ण बुज्झइ, हेउं णाभिसमागच्छइ, हेउं अण्णाणमरणं मरइ । ભાવાર્થ:- પાંચ હેત કહ્યા છે અર્થાત વ્યક્તિની અપેક્ષાએ હેતની પાંચ અવસ્થાઓ થાય છે, તે આ પ્રમાણે છે–(૧) હેતુ = આશ્રવ, કર્મબંધના કારણ. કેટલીક વ્યક્તિ હેતુને જાણતા નથી અર્થાત્ સંસાર પરિભ્રમણના કારણોને સમ્યક પ્રકારે જાણતા નથી. (૨) કેટલીક વ્યક્તિ હેતુને જોતા નથી અર્થાત્ દુઃખના કારણોને સમ્યક્ પ્રકારે જોતા નથી. (૩) કેટલીક વ્યક્તિ હેતુને સમજતા નથી અર્થાત્ મોક્ષના ઉપાયભૂત