________________
૧૨૨ ]
શ્રી ભગવતી સૂત્ર
सरसरपंतियाओ बिलपंतियाओ परिग्गहियाओ भवंति; आरामुज्जाणा काणणा वणा वणसंडा वणराईओ परिग्गहियाओ भवंति; देवउल सभा पवा थूभा खाइय परिखाओ परिग्गहियाओ भवति; पागार अट्टालग चरिया दार गोपुरा परिग्गहिया भवंति; पासाय घर सरण लेण आवणा परिग्गहिया भवंति; सिंघाडग तिग चउक्क चच्चर चउम्मुह महापहा परिग्गहिया भवंति; सगड रह जाण जुग्ग गिल्लि थिल्लि सीयसंदमाणियाओ परिग्गहियाओ भवंति; लोही लोहकडाह कडुच्छया परिग्गहिया भवंति; भवणा परिग्गहिया भवंति; देवा देवीओ मणुस्सा मणुस्सीओ तिरिक्खजोणिया तिरिक्खजोणिणीओ परिग्गहिया भवंति; आसण सयण खंभ भंड सचित्ताचित्त मीसयाई दव्वाइ परिग्गहिया भवंति। से तेण?णं गोयमा ! पंचिंदियतिरिक्ख जोणिया सारंभा सपरिग्गहा, णो अणारंभा अपरिग्गहा ।
जहा तिरिक्खजोणिया तहा मणुस्सा वि भाणियव्वा । वाणमंतर जोइसवेमाणिया जहा भवणवासी तहा णेयव्वा ।
ભાવાર્થ:-પ્રશ્ન- હે ભગવન! પંચેન્દ્રિય તિર્યંચ યોનિક જીવ શું સારંભી અને સપરિગ્રહી છે કે અમારંભી અને અપરિગ્રહી છે?
ઉત્તર– હે ગૌતમ! પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ સારંભી અને સપરિગ્રહી છે. અનારંભી અને અપરિગ્રહી નથી. કારણ કે તેઓએ શરીર અને કર્મ પરિગૃહીત કર્યા છે તથા તેઓએ પર્વતનો થયેલો વિભાગ, કૂટ, મુંડ પર્વત, શિખરવાળા પર્વતો અને પ્રાશ્માર(ઝૂકેલા) પર્વતોને પરિગૃહીત કર્યા છે; તે જ રીતે જલ, સ્થલ, બિલ, ગુફા, લયન(પહાડ કોતરીને બનાવેલું ઘર) પણ પરિગૃહીત કર્યા છે. તેણે ઉઝર(જલ પ્રપાત), નિઝર(વહેતું ઝરણું), ચિલ્લલ-કચરા સહિતના પાણીવાળા જલસ્થાન, પલ્લલ–આફ્લાદ દાયક જલસ્થાન તથા ક્યારીઓ પરિગૃહીત કર્યા છે. તેણે કૂવા, તળાવ, દ્રહ, નદી, વાવડી, પુષ્કરિણી, લાંબી વાવડી, ગુંજાલિકા વાવડી, સરોવર, સરોવર શ્રેણિ, સર, સરપંક્તિ અને બિલ પંક્તિને પરિગૃહીત કર્યા છે; આરામ, ઉધાન, સામાન્ય વૃક્ષોથી યુક્ત ગ્રામની નિકટવર્તી કાનન,ગામથી દૂરનું વન–જંગલ, એક જાતિના વૃક્ષોથીયુક્ત વનખંડ, વૃક્ષોની પંક્તિ યુક્ત વનરાજી આ સર્વ પરિગૃહીત કર્યા છે તેમજ દેવ મંદિર, સભા, આશ્રમ, પરબ, સૂપ, ખાઈ, પરિખાને પરિગૃહીત કર્યા છે; પ્રાકાર, અટ્ટાલિકા-ઝરૂખા, ચરિકાકિલ્લાની વચ્ચે હાથી આદિને જવાનો માર્ગ, દ્વાર, ગોપુર, આ સર્વ પરિગૃહીત કર્યા છે; પ્રાસાદ (મહેલ), ઘર, ઝૂંપડા, પર્વત ગૃહ, દુકાન પરિગૃહીત કર્યા છે; સિંઘોડાના આકારનો ત્રિકોણ માર્ગ, ત્રિક, ચોક, ચત્વરઘણા માર્ગ ભેગા થતા હોય તેવું સ્થાન, ચતુર્મુખ, મહાપથ(રાજમાર્ગ અથવા પહોળી સડક), પરિગૃહીત કર્યા છે, શકટ, રથ, યાન, પાલખી, અંબાડી, ઘોડાની પલાણ, શિબિકા, સુખપાલખી આદિ પરિગૃહીત કર્યા છે; તેમજ લોઢી–લોખંડનું વાસણ વિશેષ, લોખંડની કડાઈ, કડછી આદિ ચીજો પરિગ્રહરૂપમાં ગૃહીત