________________
શતક-૫ઃ ઉદ્દેશક-૭,
[ ૧૨૧ ]
ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્! શું અસુરકુમાર સારંભી અને સપરિગ્રહી છે કે અનારંભ અને અપરિગ્રહી છે?
ઉત્તર- હે ગૌતમ! અસુરકુમાર પણ સારંભી અને સપરિગ્રહી છે. અનારંભી અને અપરિગ્રહી નથી.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે અસુરકુમાર સારંભી અને સપરિગ્રહી છે, અનારંભી અને અપરિગ્રહી નથી ?
ઉત્તર- હે ગૌતમ! અસુરકુમાર પૃથ્વીકાયથી લઈને ત્રસકાય પર્વતના જીવોનો સમારંભ કરે છે. તેઓએ શરીરને, કર્મને, ભવનને પરિગૃહીત કર્યા છે; દેવ-દેવીઓ, મનુષ્ય-મનુષ્ય સ્ત્રીઓ, તિર્યંચો, તિર્યંચ સ્ત્રીઓને પરિગૃહીત કર્યા છે; આસન, શયન, વાસણ તથા અન્ય સામાન, ધાતુના પાત્ર અને વિવિધ ઉપકરણ (કુહાડી-કડછી વગેરે) પરિગૃહત કર્યા છે અને સચિત્ત અચિત્ત તથા મિશ્રદ્રવ્ય પરિગૃહીત કર્યા છે, તેથી તે સારંભી અને સપરિગ્રહી છે, પરંતુ અમારંભી અને અપરિગ્રહી નથી. તે જ રીતે નાગકુમારથી સ્વનિતકુમાર સુધી કહેવું જોઈએ. પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયોનું કથન નરયિકોની સમાન કહેવું જોઈએ. २७ बेइंदिया णं भंते ! किं सारंभा सपरिग्गहा ?
गोयमा !तंचेव जावसरीरा परिग्गहिया भवंति; बाहिरिया भंडमत्तोवगरणा परिग्गहिया भवंति । एवं जाव चउरिंदिया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું બેઈન્દ્રિય જીવ સારંભી અને સપરિગ્રહી છે? કે અનારંભી અને અપરિગ્રહી છે?
ઉત્તર- હે ગૌતમ! બેઈન્દ્રિય જીવ સારંભી અને સપરિગ્રહી છે, અનારંભી અને અપરિગ્રહી નથી. તેનું કારણ પણ પૂર્વોક્ત છે. (તે ષકાયનો આરંભ કરે છે)તથા તેઓએ શરીર અને બાહ્ય પદાર્થો પરિગૃહીત કર્યા છે વાવત સચિત્ત, અચિત્ત તથા મિશ્ર દ્રવ્ય પણ પરિગૃહીત કર્યા છે. તેથી તે સારંભી અને સપરિગ્રહી છે, અનારંભી અને અપરિગ્રહી નથી. તે જ રીતે તેઈન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવોના વિષયમાં કહેવું જોઈએ. २८ पंचिंदियतिरिक्खजोणिया णं भंते ! किं सारंभा सपरिग्गहा उदाहु अणारंभा अपरिग्गहा?
गोयमा ! तं चेव जाव कम्मा परिग्गहिया भवंति; टंका कूडा सेला सिहरी पब्भारा परिग्गहिया भवति; जल थल बिल गुह लेणा परिग्गहिया भवति; उज्झर णिज्झर चिल्लल पल्लल वप्पिणा परिग्गहिया भवति; अगड तडाग दह णइओ वावि पुक्खरिणी दीहिया गुंजालिया सरा सरपतियाओ
..