________________
શતક—૫ ઃ ઉદ્દેશક-૭
खेत्तोगाहणदव्वे, भावद्वाणाउयं च अप्पबहुं । खेत्ते सव्वत्थोवे, सेसा ठाणा असंखेज्जगुणा ॥
૧૧૯
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! દ્રવ્ય સ્થાનાયુ, ક્ષેત્ર સ્થાનાયુ, અવગાહના સ્થાનાયુ અને ભાવ સ્થાનાયુ આ સર્વમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય અને વિશેષાધિક છે ?
ઉત્તર– હે ગૌતમ ! સર્વથી થોડું ક્ષેત્રસ્થાનાયુ છે, તેથી અવગાહના સ્થાનાયુ અસંખ્યાતગુણ છે, તેથી દ્રવ્ય સ્થાનાયુ અસંખ્યાતગુણ છે અને તેથી ભાવ સ્થાનાયુ અસંખ્યાતગુણ છે.
ગાથાર્થ ક્ષેત્ર સ્થાનાયુ, અવગાહના સ્થાનાયુ, દ્રવ્ય સ્થાનાયુ અને ભાવ સ્થાનાયુનું અલ્પબહુત્વ આ પ્રમાણે છે— ક્ષેત્રસ્થાનાયુ સર્વેથી અલ્પ છે, શેષ ત્રણ સ્થાનાયુ ક્રમશઃ અસંખ્યાત ગુણા છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્ર અને । તદનુરૂપ ગાથામાં ક્ષેત્ર, અવગાહના, દ્રવ્ય અને ભાવરૂપ સ્થાનાયુના અલ્પબહુત્વની પ્રરૂપણા કરી છે.
૧. દ્રવ્ય સ્થાનાયુ :– પરમાણુ, દ્વિપ્રદેશી આદિ સ્કંધને સંધરૂપે રહેવાની સ્થિતિને દ્રવ્યસ્થાનાયુ કહે છે અથવા પુદ્ગલની કાયસ્થિતિને દ્રવ્યસ્થાનાયુ કહે છે.
૨. ક્ષેત્ર સ્થાનાયુ :– તે પુદ્ગલ દ્રવ્યનું એક પ્રદેશાદિ ક્ષેત્રમાં રહેવું, તે ક્ષેત્ર સ્થાનાયુ છે.
૩. અવગાહના સ્થાનાયુ ઃ– પુદ્ગલોના આધારભૂત ક્ષેત્ર તે અવગાહના સ્થાનક કહેવાય છે અને આ અવગાહિત કરાયેલા પરિમિત ક્ષેત્રમાં પુદ્ગલોનું અમુક કાલ સુધી રહેવું, તેને અવગાહના સ્થાનાયુ કહે છે.
૪. ભાવ સ્થાનાયુ :– દ્રવ્યના વિભિન્ન રૂપોમાં પરિવર્તન થવા છતાં પણ દ્રવ્યને આશ્રિત રહેલા વર્ણાદિ ગુણોની જે સ્થિતિ તે ભાવ સ્થાનાયુ છે.
અલ્પબહુત્વ :– (૧) દ્રવ્ય સ્થાનાયુ આદિ ચારેમાં ક્ષેત્ર અમૂર્તિક છે. તેની સાથે પુદ્ગલના બંધનું કારણ 'સ્નિગ્ધત્વ' આદિ ન હોવાથી પુદ્ગલોનો ક્ષેત્રાવસ્થાન કાલ(ક્ષેત્ર સ્થાનાયુ) સર્વથી અલ્પ છે. (૨) એક ક્ષેત્રમાં રહેલા પુદ્ગલ અન્ય ક્ષેત્રમાં જાય, ત્યારે પણ તેની અવગાહના તે જ રહે છે, તેથી ક્ષેત્ર સ્થાનાયુથી અવગાહના સ્થાનાયુ અસંખ્યાતગુણ છે. (૩) સંકોચ—વિસ્તાર આદિ કોઈ પણ પ્રક્રિયાથી અવગાહના– આકારની નિવૃત્તિ થવા છતાં પણ પુદ્ગલ સ્કંધ દ્રવ્ય દીર્ઘકાલ પર્યંત તે જ સ્વરૂપે રહે છે, તેથી અવગાહના સ્થાનાયુથી દ્રવ્ય સ્થાનાયુ અસંખ્યાતગુણ છે. (૪) દ્રવ્યની નિવૃત્તિ અર્થાત્ અન્ય પુદ્ગલ સ્કંધ દ્રવ્યમાં પરિણત થવા છતાં પણ દ્રવ્યના અનેક ગુણોની સ્થિતિ ચિરકાલ સુધી રહે છે. જેમ કે કોઈ એક પુદ્ગલ સ્કંધ ભેદ કે સંઘાત થતાં તે રૂપે ન રહે અર્થાત્ અન્ય પુદ્ગલ બંધ રૂપે કે પરમાણુ રૂપે રહે તો પણ તેના વર્ણાદિ અનેક ગુણ અવસ્થિત રહે છે, તેથી દ્રવ્ય સ્થાનાયુની અપેક્ષાએ ભાવ સ્થાનાયુ અસંખ્યાતગુણ છે.