________________
| ૧૧૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૨
જાય. આ રીતે પ્રત્યેક સ્કંધોનું અંતર અનંતકાલનું જાણવું. આ અનંતકાલની વચ્ચે વચ્ચે તે પરમાણુ રૂપ પણ થતો રહે છે. કારણ કે પરમાણુનું અંતર અસંખ્ય કાલનું જ છે. સકપ–નિષ્કપનું અંતર – નિષ્કપ અવસ્થાની સ્થિતિકાલ તે સકંપનો અંતરકાલ અને સકંપનો જે સ્થિતિકાલ તે નિષ્કપનો અંતરકાલ છે. તેથી સકંપનું ઉત્કૃષ્ટ અંતર અસંખ્યાતકાલ અને નિષ્કપનું ઉત્કૃષ્ટ અંતર આવલિકાના અસંખ્યાતમા ભાગનું છે. શબ્દ–અશબ્દ પરિણત પદગલનું અંતર :- તેમાં પણ શબ્દ પરિણત પુદ્ગલની સ્થિતિ તે અશબ્દ પરિણત પુદ્ગલનો અંતરકાલ અને અશબ્દ પરિણત પુદ્ગલની સ્થિતિ તે શબ્દ પરિણત પુદ્ગલનો અંતરકાલ બને છે. તેથી શબ્દ પરિણત પુદ્ગલ શબ્દપણુ છોડીને, અસંખ્યાતકાલ પર્યત અશબ્દ રૂપે રહે, પુનઃ શબ્દ રૂપે પરિણત થાય, તેથી તેનું ઉત્કૃષ્ટ અંતર અસંખ્યાતકાલનું છે અને અશબ્દ પરિણત પુદ્ગલ શબ્દ રૂપે પરિણત થાય, તે સ્વરૂપે આવલિકાનો અસંખ્યાતમો ભાગ રહે. પુનઃ અશબ્દ રૂપે પરિણત થઈ જાય, તેથી અશબ્દ પરિણત પુદ્ગલનું ઉત્કૃષ્ટ અંતર આવલિકાનો અસંખ્યાતમો ભાગ થાય છે.
વર્ણ, ગંધ, રસાદિ રૂપે પરિણત પુદ્ગલની સ્થિતિ અને તેનો અંતરકાલ સમાન છે. કૃષ્ણવર્ણ આદિમાં અનંત ભેદ હોવા છતાં તથાપ્રકારના સ્વભાવે તેનો અંતરકાલ અનંતકાલનો નથી પરંતુ તેની સ્થિતિ પ્રમાણે અસંખ્યાત કાલનો જ છે. સર્વ પુગલોનું જઘન્ય અંતર એક સમયનું છે. પુદ્ગલ દ્રવ્યની સ્થિતિ અને અંતર [કોષ્ટક] -
સ્થિતિ
પુદ્ગલ દ્રવ્ય
અંતર જાન્ય ઉત્કૃષ્ટ
ઉત્કૃષ્ટ પરમાણુ ૧ સમય અસંખ્યાતકાળ
એક સમય
અસંખ્યાતકાલ ઢિપ્રદેશથી અનંતપ્રદેશી સ્કંધ ૧ સમય અસંખ્યાતકાળ
એક સમય
અનંતકાલ એક પ્રદેશાવગાઢ સકંપ પુદ્ગલ ૧ સમય આવલિકાનો અસંખ્યાતમો ભાગ | એક સમય
અસંખ્યકાલ એક પ્રદેશાવગાઢનિષ્કપ પુદ્ગલ ૧ સમય અસંખ્યાતકાળ | એક સમય આવલિકાનો અસંખ્યાતમો ભાગ ૫ વર્ણાદિ પરિણત અને સૂક્ષ્મબાદર પુ. ૧ સમય અસંખ્યાતકાળ એક સમય
અસંખ્યાતકાલ શબ્દ પરિણત પુદ્ગલ ૧ સમય આવલિકાનો અસંખ્યાતમો ભાગ | એક સમય અસંખ્યાતકાલ અશબ્દ પરિણત પુદ્ગલ | |૧ સમય અસંખ્યાતકાળ એક સમય | આવલિકાનો અસંખ્યાતમો ભાગ
| એક તે
પુદ્ગલ દ્રવ્યની સ્થિતિઓનું અલ્પબહુત :
२४ एयस्स णं भंते ! दव्वट्ठाणाउयस्स, खेत्तट्ठाणाउयस्स, ओगाहणट्ठाणाउयस्स, भावट्ठाणाउयस्स कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया ?
गोयमा ! सव्वत्थोवे खेत्तट्ठाणाउए, ओगाहणट्ठाणाउए असंखेज्जगुणे, दव्वट्ठाणाउए असंखेज्जगुणे, भावट्ठाणाउए असंखेज्जगुणे ।