________________
શતક-૫ઃ ઉદ્દેશક-૭ .
૧૧૩ |
| દ્વિપ્રદેશી
ઢિપ્રદેશી ૪ પહેલો,ત્રીજો, સાતમો, નવમો ઢિપ્રદેશી ત્રણપ્રદેશી આદિ ૬ પહેલો, બીજો, ત્રીજો, સાતમા, આઠમો, નવમો ત્રણપ્રદેશી આદિ| પરમાણુ ૩eત્રીજો, છઠ્ઠો, નવમો ત્રણપ્રદેશી આદિ ઢિપ્રદેશી | | પહેલો, ત્રીજો, ચોથો, છઠ્ઠો, સાતમો, નવમો ત્રણપ્રદેશી આદિ ત્રણપ્રદેશી આદિ | ૯ બધા ભંગ દ્રવ્ય ક્ષેત્ર ભાવ અપેક્ષા પુદ્ગલોની સ્થિતિ :|१४ परमाणुपोग्गले णं भंते ! कालओ केवच्चिरं होइ ?
गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं असंखेज्ज कालं । एवं जाव अणंतपएसिओ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પરમાણુ પુદ્ગલ કાલની અપેક્ષાએ કેટલો કાલ રહે છે?
ઉત્તર- હે ગૌતમ ! પરમાણુ પુદ્ગલ, પરમાણુ પુદ્ગલ રૂપે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્ય કાલ પર્યંત રહે છે. તે જ રીતે યાવત્ અનંતપ્રદેશ સ્કંધ સુધી કહેવું જોઈએ. १५ एगपएसोगाढे णं भंते ! पोग्गले सेए तम्मि वा ठाणे, अण्णम्मि वा ठाणे कालओ केवच्चिरं होइ ?
गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं आवलियाए असंखेज्जइभागं । एवं जाव असंखेज्जपएसोगाढे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક આકાશ પ્રદેશ પર સ્થિત પુગલ તે સ્થાનમાં અથવા અન્ય સ્થાનમાં કેટલો કાલ સકંપિત રહે છે?
ઉત્તર- હે ગૌતમ ! એક પ્રદેશાવગાઢ પુદ્ગલ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગ પર્યત(ઉભય સ્થાનોમાં) સકંપ રહે છે. તે જ રીતે યાવત અસંખ્યાત પ્રદેશાવગાઢ પુગલના વિષયમાં જાણવું જોઈએ. |१६ एगपएसोगाढे णं भंते ! पोग्गले णिरेए कालओ केवच्चिरं होइ?
गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं असंखेज्जं कालं । एवं जाव असंखेज्जपएसोगाढे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક આકાશ પ્રદેશાવગાઢ પુદ્ગલ કેટલો કાલ નિષ્કપ રહે છે?