________________
૧૧૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૨
ઉત્તર- હે ગૌતમ ! એક પ્રદેશાવગાઢ પુલ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલ પર્યત નિષ્ઠપ રહે છે. તે જ રીતે યાવત્ અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલના વિષયમાં જાણવું. | १७ एगगुणकालए णं भंते ! पोग्गले कालओ केवच्चिरं होइ ?
गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं असंखेज्जं कालं । एवं जाव अणंतगुणकालए, एवं वण्ण गंध रस फासं जाव अणंतगुण लुक्खे । एवं सुहमपरिणए पोग्गले । एवं बादरपरिणए पोग्गले ।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક ગુણ કાળા પુગલ કેટલો કાલ એક ગુણ કાળારૂપે રહે છે ?
ઉત્તર- હે ગૌતમ! એક ગુણ કાળા પુદ્ગલ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યયકાલ સુધી તે જ રૂપે રહે છે. તે જ રીતે દ્વિગુણ કાળા યાવતું અનંતગુણ કાળા પુગલનું કથન કરવું જોઈએ. આ જ પ્રમાણે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા પુદ્ગલના વિષયમાં કથન કરવું જોઈએ યાવતુ અનંતગુણ રૂક્ષ પુદ્ગલનું કથન કરવું જોઈએ. તે જ રીતે સૂક્ષ્મ પરિણત પુદ્ગલ અને બાદર પરિણત યુગલના સંબંધમાં કથન કરવું જોઈએ. १८ सद्दपरिणए णं भंते ! पोग्गले कालओ केवच्चिरं होइ ?
गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं आवलियाए असंखेज्जइभागं । असद्दपरिणए जहा एगगुणकालए। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! શબ્દ પરિણત પુદ્ગલ કેટલા કાલ સુધી શબ્દ પરિણત પુગલે રૂપે રહે છે?
ઉત્તર– હે ગૌતમ ! શબ્દ પરિણત પુગલ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગ પર્યત શબ્દરૂપે રહે છે.
અશબ્દ પરિણત પુદ્ગલની સ્થિતિનું કથન એક ગુણ કાળા પુદ્ગલની જેમ કરવું અર્થાત્ ઉત્કૃષ્ટ અસંખ્યકાલ સુધી અશબ્દ પરિણત પુગલ રહે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં દ્રવ્ય, ક્ષેત્ર અને ભાવની અપેક્ષાએ પુદ્ગલોની સ્થિતિનું નિરૂપણ કર્યું છે. દ્રવ્યગત પુગલની સ્થિતિ :- પરમાણુથી અનંતપ્રદેશી સુધીના સર્વ સ્કંધ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યકાલ પર્યત રહે છે અર્થાતુ પરમાણુ પરમાણુ સ્વરૂપે અસંખ્યકાલ પર્યત રહે છે, ત્યાર પછી અવશ્ય તે સ્કંધ રૂપે પરિણત થઈ જાય છે. તે જ રીતે ક્રિપ્રદેશી આદિ પ્રત્યેક સ્કંધ પણ પોતાના સ્વરૂપમાં