________________
શતક-પ: ઉદ્દેશક-૭
[ ૧૦૯ ]
७ णो सव्वेणं देसं फुसइ, ८ णो सव्वेणं देसे फुसइ, ९ सव्वेणं सव्वं फुसइ ।
एवं परमाणु पोग्गले दुप्पएसियं फुसमाणे सत्तम-णवमेहिं(भंगेहिं) फुसइ । परमाणु पोग्गले तिप्पएसियं फुसमाणे णिपच्छिमएहिं तिहिं फुसइ । जहा परमाणुपोग्गले तिप्पएसियं फुसाविओ एवं फुसावेयव्वो जाव अणंत पएसिओ । શબ્દાર્થ – પિચ્છમપદં= પાછળના, અંતિમ.
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પરમાણુ પુલ, પરમાણુ યુગલને સ્પર્શ કરતાં (૧) શું એકદેશથી એકદેશનો સ્પર્શ કરે? (૨) શું એકદેશથી બહુદેશનો સ્પર્શ કરે? (૩) શું એકદેશથી સર્વનો સ્પર્શ કરે ? (૪) શું બહુ દેશથી એકદેશનો સ્પર્શ કરે ? (૫) શું બહુ દેશથી બહુદેશનો સ્પર્શ કરે ? (૬) શું બહુ દેશથી સર્વનો સ્પર્શ કરે ? (૭) શું સર્વથી એકદેશનો સ્પર્શ કરે ? (૮) શું સર્વથી બહુદેશનો સ્પર્શ કરે ? (૯) શું સર્વથી સર્વનો સ્પર્શ કરે ?
ઉત્તર- હે ગૌતમ! પરમાણુ યુગલ પરમાણુ પુદ્ગલને સ્પર્શ કરતાં (૧) એક દેશથી એકદેશનો સ્પર્શ કરતા નથી. (૨) એક દેશથી બહુદેશનો સ્પર્શ કરતા નથી. (૩) એક દેશથી સર્વનો સ્પર્શ કરતા નથી. (૪) બહુ દેશથી એકદેશનો સ્પર્શ કરતા નથી. (૫) બહુ દેશથી બહુદેશનો સ્પર્શ કરતા નથી. (૬) બહુ દેશથી સર્વનો સ્પર્શ કરતા નથી. (૭) સર્વથી એકદેશનો સ્પર્શ કરતા નથી. (૮) સર્વથી બહુદેશનો સ્પર્શ કરતા નથી. (૯) સર્વથી સર્વનો સ્પર્શ કરે છે.
તે જ રીતે પરમાણુ પુદ્ગલ ક્રિપ્રદેશ સ્કંધને સ્પર્શ કરતા સાતમા(સર્વથી એકદેશનો) અને નવમા (સર્વથી સર્વનો) આ બે વિકલ્પથી સ્પર્શ કરે છે.
પરમાણુ પુદગલ ત્રિપ્રદેશી ઢંધને સ્પર્શ કરતાં અંતિમ ત્રણ વિકલ્પથી સ્પર્શ કરે છે. ૭. સર્વથી એક દેશનો ૮. સર્વથી બહુ દેશનો ૯. સર્વથી સર્વનો.
જે રીતે પરમાણુ પુગલ અને ત્રિપ્રદેશ સ્કંધની સ્પર્શના કહી, તે જ રીતે પરમાણુ પુગલ સાથે ચતુષ્પદેશી અંધથી, અનંતપ્રદેશી ઔધ સુધીની સ્પર્શના કહેવી જોઈએ અર્થાત્ પરમાણુ પુદ્ગલ અનંતપ્રદેશ સુધીના સ્કંધોને અંતિમ ત્રણ વિકલ્પોથી સ્પર્શ કરે છે. १२ दुप्पएसिए णं भंते ! खंधे परमाणुपोग्गलं फुसमाणे, पुच्छा?
गोयमा ! तईय णवमेहिं फुसइ, दुप्पएसिओ दुप्पएसियं फुसमाणो पढमतईय-सत्तम-णवमेहि फुसइ, दुप्पएसिओ तिप्पएसियं फुसमाणो आइल्लएहि य, पच्छिल्ल- एहि य तिहिं फुसइ, मज्झिमएहिं तिहिं विपडिसेहेयव्वं, दुप्पएसिओ जहा तिप्पए- सियं फुसाविओ एवं फुसावेयव्वो जाव अणंतपएसियं ।