________________
૧૦૮
શ્રી ભગવતી સૂત્ર–૨
અનંતપ્રદેશી આદિ સ્કંધો પ્રદેશયુક્ત હોય છે.
અળરૢ :- જે સ્કંધ અર્ધ રહિત હોય અર્થાત્ જેનો બરોબર અર્ધો ભાગ થઈ ન શકે તે. જેમ કે ત્રિપ્રદેશી, પંચપ્રદેશી આદિ વિષમ સંખ્યક સ્કંધોમાં બરોબર અર્ધો ભાગ થતો નથી, તેથી તે અનર્ધ છે.
અમો :- જે સ્કંધમાં મધ્ય ભાગ હોતો નથી તે. જેમ કે દ્વિપ્રદેશી, ચતુઃપ્રદેશી આદિ સમસંખ્યક સ્કંધોમાં બે સમાન ભાગ થાય છે; જેથી મધ્યનો કોઈ પરમાણુ રહેતો નથી, તેથી તે અમધ્ય છે.
અપ્પટ્સે :– અપ્રદેશ-પ્રદેશ રહિત હોય તે. જેમ કે પરમાણુને પ્રદેશ નથી.
પરમાણુ પુદ્ગલ ઃ– તે નિરંશ હોવાથી તેના બે ભાગ થતા નથી, તેથી તે સાર્ધ નથી. તે સ્વયં એક હોવાથી તેને મધ્યભાગ ન હોવાથી તે સમધ્ય નથી. તેને પ્રદેશ ન હોવાથી તે સપ્રદેશ નથી. આ રીતે તે અનર્ધ, અમધ્ય અને અપ્રદેશ છે.
દ્વિપ્રદેશી સ્કંધ :– દ્વિપ્રદેશી સ્કંધ સમસંખ્યક હોવાથી તેના બે અર્ધા ભાગ થઈ શકે છે, તેથી તે સાર્ધ છે. તેમાં બે પ્રદેશ હોવાથી આદિ અને અંત જ હોય છે, મધ્યભાગ રહેતો નથી. તેથી તે અમધ્ય છે અને પ્રદેશ સહિત હોવાથી સપ્રદેશી છે.
ત્રિપ્રદેશી સ્કંધ :– તે વિષમ સંખ્યક હોવાથી તેના બે સમાન ભાગ થતા નથી. જેમ કે ત્રણના બે ભાગ કરીએ તો દોઢ—દોઢ થાય પરંતુ પરમાણુ નિરંશ હોવાથી ખંડિત થતું નથી. આ રીતે ત્રિપ્રદેશી સ્કંધના બે સમાન ભાગ થતા ન હોવાથી તે સાર્ધ નથી, અનર્ધ છે. વિષમપ્રદેશી સ્કંધ હોવાથી તે મધ્યભાગથી સહિત છે, તેથી તે સમધ્ય છે અને પ્રદેશ સહિત હોવાથી સપ્રદેશ છે.
સમસંખ્યક સ્કંધો :– બેકી સંખ્યા ધરાવતા દ્વિપ્રદેશી, ચતુષ્પદેશી, ષટ્યદેશી, દશપ્રદેશી સ્કંધ વગેરે. વિષમ સંખ્યક સંધો :– એકી સંખ્યા ધરાવતા ત્રિપ્રદેશી, પંચપ્રદેશી, સપ્તપ્રદેશી, નવપ્રદેશી સ્કંધ વગેરે. સંખ્યાત, અસંખ્યાત અને અનંતપ્રદેશી ક્રંધો :– તેમાં સમવિષમ બંને સંખ્યા હોવાથી બંને વિકલ્પો કહ્યા છે. પરમાણુ આદિ પુદ્ગલોની પરસ્પર સ્પર્શના ઃ
११ परमाणु पोग्गले णं भंते ! परमाणु पोग्गलं फुसमाणे किं १ देसेणं देसं फुसइ, २ देसेणं देसे फुसइ, ३ देसेणं सव्वं फुसइ, ४ देसेहिं देसं फुसइ, ५ देसेहिं देसे फुसइ, ६ देसेहिं सव्वं फुसइ, ७ सव्वेणं देसं फुसइ, ८ सव्वेणं देसे फुसइ, ९ सव्वेणं सव्वं फुसइ ?
गोयमा ! १ णो देसेणं देस फुसइ, २ णो देसेणं देसे फुसइ, ३ णो देसेणं सव्वं ४ णो देसेहिं सं फुसइ, ५ णो देसेहिं देसे फुसइ; ६ णो देसेहिं सव्वं फुसइ,
સર,