________________
શતક-૫ઃ ઉદ્દેશક-૭,
૧૦૭ |
ભાવાર્થ- પ્રશ- હે ભગવન્! ત્રિપ્રદેશ સ્કંધ, સાર્ધ, સમધ્ય અને સપ્રદેશ છે કે અનર્ધ, અમધ્ય અને અપ્રદેશ છે?
ઉત્તર- હે ગૌતમ! ત્રિપ્રદેશ સ્કંધ અનર્ધ, સમધ્ય અને સંપ્રદેશ છે પરંતુ સાર્ધ નથી, અમધ્ય નથી અને અપ્રદેશ નથી. જે રીતે ઢિપ્રદેશી સ્કંધના વિષયમાં સાર્ધ આદિનું કથન કર્યું તે જ રીતે સમસંખ્યક (બેકી સંખ્યક) સ્કંધોના વિષયમાં કહેવું અને વિષમ સંખ્યક(એકી સંખ્યક) સ્કંધોના વિષયમાં ત્રિપ્રદેશી સ્કંધના કથનાનુસાર કહેવું જોઈએ. १० संखेज्जपएसिए णं भंते ! खंधे किं सअड्डे, पुच्छा ?
गोयमा ! संखेज्जपएसिए खंधे सिय सअड्डे, अमज्झे, सपएसे; सिय अणड्डे, समझे, सपएसे; जहा संखेज्जपएसिओ तहा असंखेज्जपएसिओ वि अणंतपए- सिओ वि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું સંખ્યાત પ્રદેશ સ્કંધ, સાર્ધ, સમધ્ય અને સપ્રદેશ છે કે અનર્ધ, અમધ્ય અને અપ્રદેશ છે?
- ઉત્તર- હે ગૌતમ ! કેટલાક સંખ્યાત પ્રદેશ સ્કંધ સાર્ધ, અમધ્ય અને સંપ્રદેશ છે અને કેટલાક અનર્ધ, સમધ્ય અને સંપ્રદેશ હોય છે. જે રીતે સંખ્યાત પ્રદેશ સ્કંધના વિષયમાં કહ્યું તે જ રીતે અસંખ્યાત પ્રદેશી અંધ અને અનંતપ્રદેશી સ્કંધના વિષયમાં પણ જાણી લેવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પરમાણુ યુગલથી અનંતપ્રદેશી સુધીના સ્કંધોમાં સાર્ધ આદિ વિષયક પ્રશ્નોત્તર છે. સકે :- સાર્ધ. જેનો બરોબર અર્ધો ભાગ થઈ શકે છે. ઢિપ્રદેશી આદિ સમસંખ્યક સ્કંધમાં બરોબર અર્ધો ભાગ થઈ શકે છે, તેથી તે સાર્ધ છે. સમસંખ્યક—બેકી સંખ્યાવાળા સ્કંધ સાર્ધ હોય છે. બે, ચાર, છ પ્રદેશી સ્કંધના ક્રમશઃ એક–એક, બે-બે, ત્રણ-ત્રણ તે રીતે બે સમાન ભાગ થાય છે.
સમ :- સમધ્ય-મધ્યસહિત. જે મધ્ય ભાગ સહિત હોય છે. જેમ કે ત્રિપ્રદેશ સ્કંધમાં આદિ અને અંતિમ પરમાણુની વચ્ચેનો એક પરમાણુ મધ્યમ કહેવાય છે. સામાન્ય રીતે આદિ અને અંતની વચ્ચેનું બધુ જ મધ્ય કહેવાય પરંતુ અહીં 'સમધ્ય’ શબ્દમાં તેનો વિશેષ અર્થ થાય છે, જેમ કે પંચપ્રદેશી સ્કંધમાં આદિનો એક અને અંતિમ એક પરમાણુને છોડીને વચ્ચેના ત્રણ પરમાણુ સમધ્ય કહેવાતા નથી પરંતુ આદિના બે પરમાણુ અને અંતિમ બે પરમાણુને છોડીને વચ્ચેનો એક જ પરમાણુ સમધ્ય કહેવાય છે. આ રીતે વિષમ સંખ્યક એકી સંખ્યાવાળા સ્કંધ સમધ્ય હોય છે. સપપ - જે સ્કંધ પ્રદેશયુક્ત હોય, તેને સપ્રદેશી કહે છે. પરમાણુને પ્રદેશ નથી, તે સિવાય ઢિપ્રદેશથી