________________
શતક–૫: ઉદ્દેશક-૭
[[ ૯૯]
શતક-૫ : ઉદેશક-૦]
સંક્ષિપ્ત સાર
-
આ ઉદ્દેશકમાં પુદ્ગલ દ્રવ્યનું સ્વરૂપ, તેની સકંપ-નિષ્કપ અવસ્થા, પરમાણુ પુદ્ગલ અને સ્કંધની પરસ્પર સ્પર્શના, સ્થિતિ, અંતર, અલ્પબદુત્વ વગેરે વિષયોનું તેમજ ચોવીસ દંડકના જીવોમાં આરંભ અને પરિગ્રહનું તથા પાંચ પ્રકારના હેતુ–અહેતુનું પ્રતિપાદન છે. * પુદ્ગલ દ્રવ્યમાં કંપન :- પુદ્ગલ દ્રવ્યના અવગાહિત આકાશ પ્રદેશનું પરિવર્તન થાય તેને કંપન કહે છે. ક્યારેક સંપૂર્ણ સ્કંધના અવગાહના સ્થાનમાં પરિવર્તન થાય છે, ક્યારેક તેના એક દેશમાં પરિવર્તન થાય, ક્યારેક અનેક દેશમાં પરિવર્તન થાય છે. કંપનની ક્રિયા સતત થતી નથી તેથી જ્યારે તે નિષ્કપ હોય ત્યારે કોઈ પણ પ્રકારનું પરિવર્તન થતું નથી; આવા અનેક વિકલ્પો સંભવે છે.
શાસ્ત્રકારે તેના છ વિકલ્પ બતાવ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) સંપૂર્ણ કંપમાન (૨) સંપૂર્ણ અકંપમાન (૩) એક દેશ(વિભાગ) કંપમાન–એક દેશ અકંપમાન (૪) એક દેશ કંપમાન–અનેક દેશ અકંપમાન (૫) અનેક દેશ કંપમાન–એક દેશ અકંપમાન (૬) અનેક દેશ કંપમાન-અનેક દેશ અકંપમાન.
પરમાણુ પુગલમાં પ્રથમ બે ભંગ હોય છે, દ્ધિપ્રદેશ સ્કંધમાં પ્રથમ ત્રણ ભંગ હોય છે, ત્રિપ્રદેશી સ્કંધમાં પ્રથમ પાંચ ભંગ હોય છે, ચતુષ્પદેશથી અનંતપ્રદેશી સુધીના સ્કંધમાં છ ભંગ હોયછે. * પરમાણ પુદ્ગલથી લઈને અસંખ્યપ્રદેશી અને અનંતપ્રદેશી સૂક્ષ્મ સ્કંધ સુધીનું તલવાર આદિથી છેદન, ભેદન, અગ્નિમાં બળવું, પાણીમાં ભીંજાવું કે વહી જવું આદિ થતું નથી. અનંતપ્રદેશી બાદર સ્કંધમાં ઉપરોક્ત ક્રિયા થાય છે. * પરમાણુ યુગલ અનર્ધ, અમધ્ય, અપ્રદેશી છે. દ્ધિપ્રદેશી, ચતુષ્પદેશી, ષટ્રપ્રદેશી આદિ સમ સંખ્યક સ્કંધ સાર્ધ, અમધ્ય, સપ્રદેશ છે. ત્રિપ્રદેશી, પંચપ્રદેશી આદિ વિષમ સંખ્યક સ્કંધ અનર્ધ, સમધ્ય, સપ્રદેશ છે. * પુદ્ગલ સ્પર્શના - એક પરમાણુ અન્ય પરમાણુને અને ક્રિપ્રદેશી આદિ અનંત પ્રદેશ સ્કંધને સ્પર્શે છે તેમજ એક સ્કંધ અન્ય સ્કંધને સ્પર્શે છે, તેના નવ વિકલ્પ છે– (૧) એક દેશથી એક દેશ (૨) એક દેશથી બહુદેશ (૩) એક દેશથી સર્વ (૪) બહુદેશથી એક દેશ (૫) બહુદેશથી બહુ દેશ (૬) બહુદેશથી સર્વ (૭) સર્વથી એક દેશ (૮) સર્વથી બહુદેશ (૯) સર્વથી સર્વ.
એક પરમાણુ અન્ય પરમાણુને નવમા ભંગથી સ્પર્શે છે. પરમાણુ ઢિપ્રદેશી સ્કંધને સાતમા અને નવમા ભંગથી સ્પર્શે છે. પરમાણુ ત્રિપ્રદેશી ઢંધને સાતમા, આઠમા અને નવમા ભંગથી સ્પર્શે છે.