________________
૯૮ |
શ્રી ભગવતી સૂત્ર-૨
कहप्पगारा कम्मा कज्जति ?
गोयमा ! जे णं परं अलिएणं असब्भूएणं अब्भक्खाणेणं अब्भक्खाइ तस्स णं तहप्पगारा चेव कम्मा कज्जति; जत्थेव णं अभिसमागच्छइ तत्थेव णं पडिसंवेदेइ; तओ से पच्छा [वेदेइ] णिज्जरेइ ॥ सेवं भंते ! सेवं भंते ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિ પર અસત્ય અને અવિદ્યમાન દોષારોપણ કરે તો તે કેવા પ્રકારના કર્મ બાંધે?
ઉત્તર- હે ગૌતમ! કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિ ઉપર અસત્ય અને અવિદ્યમાન દોષારોપણ કરે તો તે તે જ પ્રકારના અર્થાત્ અભ્યાખ્યાન ફળવાળા કર્મ બાંધે છે. તે જ્યાં(મનુષ્યરૂપે) જન્મ ધારણ કરે ત્યાં અસત્ય દોષાક્ષેપને પ્રાપ્ત થાય, તેને ભોગવે; પછી તે કર્મ ક્ષય થાય. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. // વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અસત્ય દોષારોપણથી અસત્યદોષારોપણની પ્રાપ્તિરૂપ ફળ થાય, તેમ નિરૂપણ કર્યું છે. ત્તિ – અસત્ય વચન. સત્યરહિત વચન, અસત્યનું સેવન કરી; બ્રહ્મચારીને અબ્રહ્મચારી કહેવું
વગેરે.
સમૂUM :અસભૂત વચન. અવિદ્યમાન દોષ. જેમાં જે દોષ ન હોય છતાં તે દોષોનું કથન કરવું. જેમ કે ચોરી ન કરી હોય છતાં તેને ચોર કહેવો. સભ૯//- અનેક લોકો સમક્ષ નિર્દોષ વ્યક્તિ પર મિથ્યા દોષારોપણ કરવું, આળ ચઢાવવું. આ રીતે અલીક, અસભૂત કે અભ્યાખ્યાન વચનમાં એકંદરે મિથ્યાદોષારોપણ જ છે. આગમકારો કહે છે કે કર્મસિદ્ધાંતાનુસાર મિથ્યા દોષરોપણ કરનાર તે જ પ્રકારના કર્મોનો બંધ કરે છે અને કર્માનુસાર તેવું જ ફળ ભોગવે છે.
શતક પદ સંપૂર્ણ છે