________________
| ૧૦૦ ]
શ્રી ભગવતી સત્ર-૨
દ્વિપ્રદેશી સ્કંધ પરમાણુને ૩, ૯મા ભંગથી સ્પર્શે છે. ક્રિપ્રદેશ સ્કંધ દ્ધિપ્રદેશી ઢંધને ૧, ૩, ૭, ૯મા ભંગથી સ્પર્શે છે. દ્ધિપ્રદેશી અંધ ત્રિપ્રદેશ સ્કંધને ૧, ૨, ૩, ૭, ૮, ૯મા ભંગથી સ્પર્શે છે. ત્રિપ્રદેશી અંધ પરમાણુને ૩, ૬, ૯મા ભંગથી સ્પર્શે છે. ત્રિપ્રદેશી અંધ ક્રિપ્રદેશ સ્કંધને ૧, ૩, ૪, ૬, ૭, ૯મા ભંગથી સ્પર્શે છે. ત્રિપ્રદેશી અંધ ત્રિપ્રદેશ સ્કંધને સર્વ ભંગથી સ્પર્શે છે.
આ રીતે ત્રિપ્રદેશી ધની સમાન અનંતપ્રદેશી સ્કંધ પર્યત જાણવું. પરમાણુ પુદ્ગલ નિરંશ હોવાથી તે સર્વ જ હોય. તેમાં સર્વ સંબંધિત ભંગ જ ઘટી શકે છે. દ્વિપ્રદેશી અંધમાં બે પ્રદેશ હોવાથી એક દેશ અથવા સર્વ, આ બે વિકલ્પ જ હોય છે. ત્રિપ્રદેશ સ્કંધમાં ત્રણ પ્રદેશ હોવાથી એક દેશ, બહુદેશ અથવા સર્વ આ ત્રણે વિકલ્પ અને તે સંબંધી ભંગ સંભવે છે. * ૫ગલ દ્રવ્યની સ્થિતિ - પરમાણુથી અનંતપ્રદેશી સુધીના સ્કંધની સ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યકાલની છે. એક પ્રદેશાવગાઢ સકંપમાન યુગલની સ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગની છે. એકપ્રદેશાવગાઢ નિષ્કપ પુદ્ગલની સ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલની છે. આ રીતે અસંખ્યપ્રદેશાવગાઢ પુલની સ્થિતિ જાણવી. એક ગુણ કૃષ્ણ થાવત્ અનંતગુણ રૂક્ષ પુદ્ગલની સ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્ય કાલની છે. સૂક્ષ્મ અને બાદર પરિણત પુદ્ગલની સ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્ય કાલની છે. શબ્દ પરિણત યુગલની સ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગની છે. અશબ્દ પરિણત યુગલની સ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યકાલની છે. * અંતર :- પરમાણુનું અંતર જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલનું, ક્રિપ્રદેશી આદિ સ્કંધનું અંતર ઉત્કૃષ્ટ અનંતકાલનું છે. સકંપ પુદ્ગલની સ્થિતિ તે નિષ્કપનું અંતર અને નિષ્કપની સ્થિતિ તે સકંપ પુગલનું અંતર છે. તે જ રીતે શબ્દ પરિણત પુદ્ગલની સ્થિતિ તે અશબ્દ પરિણત પુદ્ગલનું અંતર અને અશબ્દ પરિણત યુગલની સ્થિતિ તે શબ્દ પરિણત યુગલનું અંતર છે. વર્ણાદિ પરિણત યુગલોનું અંતર તેની સ્થિતિની સમાન છે. * અલ્પબદ્ભુત્વઃ- સર્વથી થોડું ક્ષેત્ર-સ્થાનાયુ, તેથી અવગાહના–સ્થાનાયુ અસંખ્યાત ગુણ, તેથી દ્રવ્ય સ્થાનાયુ અસંખ્યાત ગુણ, તેથી ભાવ-સ્થાનાયુ અસંખ્યાત ગુણ છે. * આરંભ–પરિગ્રહ :- ૨૪ દંડકના જીવો સારંભી અને સપરિગ્રહી છે. શરીર અને કર્મ રૂ૫ પરિગ્રહ સર્વ જીવો પાસે છે અને આહારાદિ માટે પ્રત્યેક જીવો આરંભ કરે જ છે. તે ઉપરાંત પ્રત્યેક જીવો પોતાના સ્થાનાનુસાર બાહ્ય પરિગ્રહને ધારણ કરે છે. * હેતુ–અહેતુઃ- પાંચ પ્રકારના હેતુ અને પાંચ પ્રકારના અહેતુ છે. સમ્યગુદષ્ટિ તેને જાણે છે. તેના દ્વારા પદાર્થને સમજે છે, મિથ્યાત્વી તેને જાણતા નથી, તેના દ્વારા પદાર્થને સમજતા નથી. કેવળી અહેતુ રૂપ કેવળજ્ઞાન દ્વારા જાણે છે અને કેવળજ્ઞાન દ્વારા પદાર્થને સમજે છે. તેને અનુમાનાદિની આવશ્યકતા નથી.