________________
૯૨ ]
શ્રી ભગવતી સત્ર-૨
જીવોને બાણ દ્વારા લક્ષિત સ્થાન સુધી પહોંચતા જે જીવોની વિરાધના થાય તે જીવોથી પાંચ ક્રિયા લાગે અને ત્યારપછી પોતાના ભારથી નીચે પડતાં બાણ દ્વારા જે જીવોની વિરાધના થાય તેનાથી ચાર ક્રિયા લાગે. (૩) બાણ અને બાણના અવયવો જે જીવોના શરીરથી નિષ્પન્ન થયા હોય તે જીવોને પૃથ્વી સુધી પહોંચતા બાણ દ્વારા જે જીવોની વિરાધના થાય તેનાથી પાંચ ક્રિયા લાગે. તેમાં ચાર ક્રિયાનો વિકલ્પ નથી.
(૪) માર્ગમાં જતાં બાણ જે આકાશપ્રદેશોનું અવગાહન કરે, ત્યાંના જે જીવ ચલ વિચલ થાય તે જીવોના શરીરથી જે જીવહિંસા થાય, તે જીવોને પાંચ ક્રિયા લાગે અર્થાતુ બાણથી અથડાતાં પક્ષી વગેરે નીચે પડે તેના દ્વારા માર્ગમાં અને ભૂમિ પર જે વિરાધના થાય તેથી પક્ષી આદિને પાંચ ક્રિયા લાગે.
યદ્યપિ વર્તમાને ધનુષ આદિ અચેતન છે, તેમ છતાં જે જીવોના શરીરથી તે ધનુષાદિ બન્યા હોય તે જીવોએ મૃત્યુ સમયે પોતાના શરીરનો સ્વેચ્છાથી ત્યાગ કર્યો હોય તેમજ તે જીવો વર્તમાને પણ અવિરતિના પરિણામથી યુક્ત હોય તે કારણે ક્રિયાઓ લાગે છે.
નિષ્કર્ષ એ છે કે પૂર્વના શરીરોની અપેક્ષાએ પાપકર્મ બંધ કે અશુભ કર્મબંધની પરંપરા ચાલુ રહી શકે છે પરંતુ પુણ્યકર્મબંધ કે શુભકર્મબંધની પરંપરા રહેતી નથી. કારણ કે સંસારી જીવોને પાપનો પ્રવાહ તો ચાલુ જ છે જ્યારે પુણ્ય તો પ્રયત્નથી તેમજ વિવેકપૂર્વક જ થાય છે.
પોતાના ભારેપણા આદિથી જ્યારે બાણ નીચે પડે, ત્યારે પુરુષ ચાર ક્રિયાથી સ્પષ્ટ થાય છે. જો કે તે ધનુર્ધારી પુરુષ પાંચે ક્રિયાનું નિમિત્ત બને છે તેમ છતાં પોતાના જ ભારેપણાથી બાણ જ્યારે જમીન તરફ પાછુ ફરતું હોય ત્યારે જે જીવોનો સંહાર થાય, તે પ્રવૃત્તિમાં પુરુષ સાક્ષાત્ પ્રવૃત્ત થતો નથી, તેથી તેને પ્રાણાતિપાતિકી ક્રિયાને છોડીને ચાર ક્રિયા લાગે છે. બાણ વગેરે જીવહિંસામાં સાક્ષાત્ પ્રવૃત્ત થાય છે, તેથી જે જીવોના શરીરથી બાણ બન્યું છે, તેને પાંચ ક્રિયા લાગે છે. જ્યારે ધનુષની દોરી, જીવા, ધનુ:પૃષ્ઠ આદિ સાક્ષાત્ વધક્રિયામાં પ્રવૃત્ત ન થતાં કેવલ નિમિત્ત માત્ર બને છે, તેથી તેને પણ ચાર ક્રિયા લાગે છે. તાત્પર્ય એ છે કે જે સાધન જીવહિંસામાં સાક્ષાત્ પ્રવૃત્ત થાય તેને પાંચ ક્રિયા અને જે સાધન પરંપરાએ પ્રવૃત્ત થતાં હોય તેને ચાર ક્રિયા લાગે છે.
જે જીવોને અવિરતિના પરિણામ નથી તેવા શ્રમણ અને સિદ્ધોનું પૂર્વે છોડેલું શરીર જીવહિંસાનું નિમિત્ત બને તો પણ તેઓને કોઈ પણ ક્રિયા લાગતી નથી. કારણ કે તેઓએ શરીરનો તથા કર્મબંધના હેતુભૂત અવિરતિ પરિણામનો સર્વથા ત્યાગ કરી દીધો છે. તેમજ રજોહરણ, પાત્ર, વસ્ત્ર, આદિ સાધુના ઉપકરણો જીવદયાના સાધન છે. તેમ છતાં રજોહરણાદિના ભૂતપૂર્વ જીવોને પુણ્યનો બંધ થતો નથી, કારણ કે રજોહરણાદિના જીવોને પુણ્યબંધના હેતુરૂપ વિવેક કે શુભ અધ્યવસાય હોતા નથી. અન્યતીર્થિકોનો મનુષ્યલોક સંબંધી ભ્રમ :|१३ अण्णउत्थिया णं भंते ! एवं आइक्खंति जाव परूवेति- से जहा णामए जुवई जुवाणे हत्थेणं हत्थे गेण्हेज्जा, चक्कस्स वा णाभी अरगाउत्ता