________________
શતક–૫ : ઉદ્દેશક–5
वीससाए पच्चोवयमाणे जाई तत्थ पाणाई जाव जीवियाओ ववरोवेइ तावं च णं से पुरिसे कइ किरिए ?
૯૧
गोयमा ! जावं च णं से उसू अप्पणो गरुयत्ताए जाव ववरोवेइ तावं च hi से पुरिसेकाइयाए जाव चउहिं किरियाहिं पुट्ठे; जेसिं पि य णं जीवाणं सरीरेहिं धणु णिव्वत्तिए ते वि जीवा चउहिं किरियाहिं पुट्ठे; धणुपुट्टे चउहिं, નીવા પäિ, હારૂં વનહિં, સૂ પંચહિં, સરે, પતળે, તે, હા પંચહિં, ને वि य से जीवा अहे पच्चोवयमाणस्स उवग्गहे वट्टंति ते वि य णं जीवा काइयाए जाव पंचहिँ किरियाहिं पुट्ठा ।
શબ્દાર્થ :- યત્તાર્ = ગુરુતાથી(વિસ્તારની અપેક્ષાએ) મયિત્તાર્ = ભારેપણાથી ગુરુસં મારિયત્તાQ = વિસ્તાર અને ભારેપણાથી યુક્ત હોવાથી વીસલાર્ = સ્વાભાવિક રીતે પન્નોવયનાળે = નીચે પડતાં વહે = માર્ગમાં.
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જ્યારે તે બાણ પોતાની ગરુતાથી, પોતાના ભારેપણાથી અને પોતાના વિસ્તાર–ભારથી, સ્વાભાવિક રૂપે નીચે પડી રહ્યું હોય ત્યારે તે બાણ માર્ગમાં પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વને જીવનથી રહિત કરે તો તે ધનુર્ધારી પુરુષને કેટલી ક્રિયા લાગે ?
ઉત્તર– હે ગૌતમ ! જ્યારે તે બાણ પોતાની ગુરુતા આદિથી નીચે પડે અને માર્ગમાં આવતા જીવોને જીવનથી રહિત કરે તો તે પુરુષ કાયિકી આદિ ચાર ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે અને જે જીવોના શરીરથી તે ધનુષ, ધનુષપીઠ, જીવા, સ્નાયુ બન્યા હોય તે જીવો ચાર ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. બાણના જીવ પાંચ ક્રિયાથી અને શર, પત્રણ, ફલ અને તેના સ્નાયુના જીવો પાંચ ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે.
જે જીવ બાણથી આહત થઈ નીચે પડતાં માર્ગમાં હોય છે, તે જીવ પણ કાયિકી આદિ પાંચ ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ધનુર્ધારી વ્યક્તિને તથા જે જે જીવોના શરીરથી ધનુષના વિવિધ ઉપકરણો બન્યા છે તે જીવોને બાણ છૂટતા સમયે અને બાણ નીચે પડતા સમયે થનારી પ્રાણી—હિંસાથી લાગતી ક્રિયાઓનું નિરૂપણ કર્યું છે.
(૧) બાણ ફેંકનાર પુરુષની શક્તિથી બાણ લક્ષ્ય સુધી જાય ત્યારે માર્ગમાં અને લક્ષિત સ્થાનમાં જે જીવોની વિરાધના થાય તે વિરાધનાથી પુરુષને પાંચ ક્રિયાઓ લાગે. લક્ષિત સ્થાન સુધી ગયા પછી બાણ સ્વયંના ભારથી નીચે પડતાં માર્ગમાં અને ભૂમિ પર પડે ત્યાં જે જીવોની વિરાધના થાય; તેનાથી તે પુરુષને ચાર ક્રિયા લાગે. (૨) ધનુષ્ય અને ધનુષ્યના અવયવો જે જીવોના શરીરથી નિષ્પન્ન થયા હોય તે