________________
શતક-પ: ઉદ્દેશક-૬
[ ૮૯ ] तराए चेव महासवतराए चेव महावेयणतराए चेव भवइ; अहे णं समए समए वोक्कसिज्जमाणे चरिमकालसमयंसि इंगालब्भूए मुम्मुरब्भूए छारियब्भूए; तओ पच्छा अप्पकम्मतराए चेव जाव अप्पवेयणतराए चेव भवइ ? ।
हंता गोयमा ! अगणिकाए णं अहुणोज्जलिए समाणे तं चेव जाव अप्प- वेयणतराए चेव भवइ । શબ્દાર્થ - અલ્ફોન્નતિ = તત્કાલ પ્રજ્વલિત કરેલી વોવસામો = અપકર્ષણને પ્રાપ્ત થતી, ક્રમશઃ બુઝાતી નવમ્ = જ્ઞાનાવરણાદિ કર્મનો બંધમવિરિયા = કાયિકી આદિમ લવહિંસાદિ કર્મબંધના કારણો મનેયT = કર્મ ઉદયાવસ્થા $ = અંગારા મુમુર = મુરમુર છારિય = રાખ, અંગારા આદિની સાથે રહેલી અત્યુષ્ણ રાખ. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તત્કાલ પ્રજ્વલિત અગ્નિકાય શું મહાકર્મ, મહાક્રિયા મહાઆશ્રવ અને મહાવેદનાથી યુક્ત હોય છે ? અને તત્પશ્ચાત્ સમયે સમયે ક્રમશઃ ઘટતી, બુઝાતી તે અગ્નિ અંતિમ સમયે અંગારભૂત, મુરમુરભૂત અને ભસ્મસ્વરૂપ થઈ જાય, ત્યારે શું તે અલ્પતર કર્મ, અલ્પતર ક્રિયા, અલ્પાશ્રવ અને અલ્પવેદનાવાળી હોય છે?
ઉત્તર- હા, ગૌતમ! તત્કાલ પ્રજ્વલિત અગ્નિકાય મહાકર્મ આદિથી યુક્ત હોય છે અને ક્રમશઃ ભસ્મસ્વરૂપ થાય ત્યારે અલ્પકર્મવાળી વગેરે હોય છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં એકેન્દ્રિય એવા અગ્નિકાયના જીવ સંબંધી કર્મ, ક્રિયા આદિની વિચારણા કરી છે. અગ્નિ પ્રજ્વલિત થતાં ક્રમશઃ વૃદ્ધિ પામે ત્યારે ઘણા જીવોની ઉત્પત્તિ થતી હોવાથી અને અગ્નિ દ્વારા છકાય જીવની હિંસા થતી હોવાથી તે અગ્નિના જીવોને કર્મ, ક્રિયા, આશ્રવ વગેરે વધારે થાય છે અને જ્યારે અગ્નિ ક્રમશઃ બુઝાય જાય ત્યારે જીવોની અલ્પતા હોવાથી અને માત્ર અગ્નિકાયની જ હિંસા થતી હોવાથી તેમજ તેની દાહકતા અને ઉષ્ણતા અલ્પ થવાથી તે જીવોને કર્મ ક્રિયા, વેદના વગેરે અલ્પ થતાં જાય છે. છારિય મૂN – અંગાર અને મુરમુર સાથે રહેલી અત્કૃષ્ણ રાખ પણ અગ્નિ જીવમય હોય છે. જેમ અંગારની ઉપર શેકાતી રોટલી પણ અગ્નિકાયના જીવમય બની જાય છે તેમ તે ઉષ્ણરાખ પણ અગ્નિકાય મય હોય છે તેથી તે જીવો માટે પણ ક્રિયાનું કથન કર્યું છે. શેકાતી રોટલી અગ્નિ પાસેથી હટાવ્યા પછી અગ્નિ જીવરહિત એટલે અચિત્ત થઈ જાય છે તેમ અંગાર મુરમુર આદિથી રહિત થયેલી રાખ પણ શીતળ થતાં અચિત્ત થઈ જાય છે. ધનુર્ધારી અને ધનુષના જીવોને લાગતી ક્રિયા :|११ पुरिसे णं भंते ! धणुं परामुसइ, परामुसित्ता उसुं परामुसइ, परामुसित्ता