________________
[ ૮૮ ]
શ્રી ભગવતી સત્ર-૨
ઉત્તર– ગૌતમ! વિક્રેતાને ધનસંબંધી ચાર ક્રિયા લાગે અને મિથ્યાત્વની ક્રિયા ભજનાથી લાગે. ખરીદનારને તે ધનસંબંધી સર્વ ક્રિયાઓ અલ્પપ્રમાણમાં લાગે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વિક્રેતા અને ખરીદનારને માલ સંબંધી અને તેના મૂલ્ય રૂપ ધન સંબંધી વિભિન્ન અવસ્થાઓમાં લાગતી ક્રિયાઓનું નિરૂપણ કર્યું છે.
ભાંડ-વાસણાદિ વેચનારનો માલ કોઈ ચોરી જાય, તેને શોધતા વિક્રેતાને આરંભિકી આદિ ચાર ક્રિયા લાગે છે. ક્રિયા લાગવાનો આધાર પદાર્થ પર નથી, પરંતુ તેના પરના મમત્વ ભાવ પર છે. વિક્રેતાનો માલ ચોરાઈ જવા છતાં તેનો માલિકી ભાવ છૂટ્યો નથી. પરિગ્રહની મૂચ્છના કારણે ચોરાયેલા પદાર્થોને શોધવા તે તીવ્ર પ્રયત્ન કરે, તેમાં હિંસાદિ પણ થાય; તેથી તેને આરંભિકી આદિ ચાર ક્રિયા લાગે છે. પાંચમી ક્રિયાની ભજના કહી છે તેનું કારણ એ છે કે વિક્રેતા જો સમ્યગુદષ્ટિ હોય તો તેને મિથ્યાત્વની ક્રિયા લાગતી નથી અને જે તે મિથ્યાદષ્ટિ હોય તો તેને પાંચ ક્રિયા લાગે.
ચોરાયેલો માલ જ્યારે પાછો મળી જાય, ત્યારે વિક્રેતાના તીવ્ર પરિણામ મંદ થઈ જાય છે, તેની તલ્લીનતા ઘટી જાય છે, તેથી તેને તે ક્રિયાઓ અલ્પ પ્રમાણમાં લાગે છે.
સૂત્ર ૬ થી ૯માં વિક્રેતા અને ક્રેતા સંબંધી ચાર વિકલ્પો છે– (૧) કેતાએ સોદો કર્યો પણ માલ લીધો ન હોય (૨) સોદો કરી માલ લઈ લીધો હોય (૩) મૂલ્ય ચૂકવ્યું ન હોય (૪) મૂલ્ય ચૂકવી દીધું હોય. પહેલાંના બે વિકલ્પોમાં માલ સંબંધી ક્રિયાની પૃચ્છા છે અને પછીના બે વિકલ્પોમાં મૂલ્યના ધન સંબંધી ક્રિયાની પૃચ્છા છે.
તેનો નિષ્કર્ષ એ છે કે માલ જેની પાસે હોય, માલની માલિકી જેની હોય અથવા ધન જેની પાસે હોય, ધનની માલિકી જેની હોય, તેને તે ક્રિયા અતિ પ્રમાણમાં લાગે અને સામેની વ્યક્તિને તે ક્રિયા અલ્પ પ્રમાણમાં લાગે છે. આરંભિકી આદિ ક્રિયાઓનું સ્વરૂપ પૂલદષ્ટિએ સ્થાનાંગ સૂત્ર સ્થાન-૨, ઉ.-૧, સૂત્ર-૧૩ના વિવેચનમાં કરેલ છે. સૂક્ષ્મદષ્ટિએ તેનું સ્વરૂપ આ પ્રમાણે છે(૧) આરમિયા – જીવ હિંસાના પરિણામોથી તથા અવિવેક અને ઉપેક્ષાથી લાગતી ક્રિયા. (૨) પરિદિયા :- મૂર્છા અને આસક્તિથી લાગતી ક્રિયા. (૩) માયાવરિયા :- કષાય યુક્ત જીવને લાગતી ક્રિયા. (૪) અપવવાવરિયા - અવિરત જીવોને લાગતી ક્રિયા. (૫) મિચ્છાવસાવરિયા – મિથ્યાત્વી જીવને લાગતી ક્રિયા.
અગ્નિકાયના જીવ મહાકર્મા અને અલ્પકમ :| १० अगणिकाए णं भंते ! अहुणोज्जलिए समाणे महाकम्मतराए चेव, महाकिरिय