________________
[
૭૪ ]
શ્રી ભગવતી સૂત્ર
से केणटेणं भंते ! एवं वुच्चइ ?
गोयमा ! जे णं णेरइया जहा कडा कम्मा तहा वेयणं वेदेति, ते णं णेरइया एवभूयं वेयणं वेदेति; जे णं णेरइया जहा कडा कम्मा णो तहा वेयणं वेदेति, ते णं णेरइया अणेवंभूयं वेयणं वेदेति; से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- णेरइया जाव वेदेति । एवं जाव वेमाणिया, संसारमंडलं णेयव्वं । ભાવાર્થ - પ્રશ- હે ભગવન્! શું નરયિક એવંભૂત વેદના વેદે છે કે અનેવંભૂત વેદના વેદે છે?
ઉત્તર- હે ગૌતમ! નરયિક એવંભૂત વેદના પણ વેદે છે અને અનેવંભૂત વેદના પણ વેદે છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ! જેનૈરયિક પોતાના કરેલા કર્મો અનુસાર વેદના વેદે છે, તે એવંભૂત વેદના વેદે છે અને જે નૈરયિક પોતાના કરેલા કર્મો અનુસાર વેદના વેદતા નથી અર્થાત્ અન્ય રૂપે પરિણમન કરીને વેદે છે તે અનેવંભૂત વેદના વેદે છે. હે ગૌતમ! તેથી આ પ્રમાણે કથન કર્યું છે કે નૈરયિક જીવ યાવત અનેવંભૂત વેદના પણ વેદે છે. આ રીતે વૈમાનિક દંડક પર્યત સમસ્ત સંસારી જીવ સમૂહના વિષયમાં જાણવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં કર્મવેદન સંબંધી અન્યતીર્થિકોના મંતવ્યનું નિરાકરણ કરીને સ્વસિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું છે. અન્યતીર્થિકોનું મંતવ્ય - પ્રત્યેક જીવ એવંભૂત વેદના જ ભોગવે છે અર્થાત્ જીવ જે પ્રકારે કર્મો બાંધે છે તે જ પ્રકારે ભોગવે છે. અન્યતીર્થિકોનું આ મંતવ્ય એકાંતિક છે, તેથી તે યથાર્થ નથી. કર્મફળ ભોગવવામાં અનેકાંત - આ વિષયમાં સ્વસિદ્ધાંતનું પ્રતિપાદન આ પ્રમાણે છે- જીવ પોતાના પરિણામોથી કર્મનો બંધ કરે છે અને બંધાનુસાર તેનું ફળ ભોગવે છે, પરંતુ આ કથન સાર્વત્રિક નથી. જો જીવ એકાંતે એવંભૂત વેદનાને અનુભવે તો ધર્મપુરુષાર્થ વ્યર્થ થઈ જાય પરંતુ એવું નથી. કર્મ ઉદયમાં આવે તે પહેલાં જીવ પોતાના પુરુષાર્થથી તેમાં અનેક પ્રકારનું પરિવર્તન કરી શકે છે. તેથી કેટલાક જીવો એવંભૂત વેદનાને અનુભવે છે અર્થાત્ જે રીતે કર્મો બાંધ્યા છે, તે જ રીતે ભોગવે છે અને કેટલાક જીવો અનેવંભૂત વેદનાને અનુભવે છે અર્થાત્ બાંધેલા કર્મોમાં સ્થિતિઘાત, રસઘાત, સંક્રમણ, અપવર્તન, ઉદ્વર્તન આદિ પરિવર્તન કરીને ભોગવે છે. આ રીતે પ્રભુનું કથન અનેકાંતિક છે. ૨૪ દંડકના જીવો બંને પ્રકારની વેદના ભોગવી શકે છે. અવસર્પિણી કાલમાં કુલકર આદિની સંખ્યા :५ जंबुद्दीवे णं भंते ! इह भारहे वासे इमीसे ओसप्पिणीए समाए कइ कुलगरा