________________
શતક-૫ઃ ઉદેશક-૫
|
૭૫ |
गोयमा ! जंणं ते अण्णउत्थिया एवं आइक्खंति जाव वेदेति, जे ते एवं आहंसु, मिच्छा ते एवं आहंसु; अहं पुण गोयमा ! एवं आइक्खामि जाव परूवेमि- अत्थेगइया पाणा भूया जीवा सत्ता एवंभूयं वेयणं वेदेति; अत्थेगइया पाणा भूया जीवा सत्ता अणेवंभूयं वेयणं वेदेति । શબ્દાર્થ - પરંપૂર્વ = જેવા કર્મ બાંધ્યા છે તે રૂપે જ ભોગવા અનેવંપૂર્વ વેચળ = અન્ય રીતે કર્મ ભોગવવા, બીજી રીતે પરિણમન કરીને કર્મ ભોગવવા. ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અન્યતીર્થિકો આ પ્રમાણે કહે છે યાવતુ પ્રરૂપણા કરે છે કે સમસ્ત પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ એવંભૂત વેદના ભોગવે છે. હે ભગવન્! આ કેવી રીતે હોય શકે?
ઉત્તર- હે ગૌતમ! તે અન્યતીર્થિકો જે આ પ્રમાણે કહે છે યાવત્ પ્રરૂપણા કરે છે કે સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ એવંભૂત વેદના વેદે છે, તેઓનું તે કથન મિથ્યા છે. હે ગૌતમ! હું આ પ્રમાણે કહું છું થાવત્ પ્રરૂપણા કરું છું કે કેટલાક પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ એવંભૂત વેદના વેદે છે અને કેટલાક પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ અનેવંભૂત વેદના વેદે છે. | ३ से केणद्वेणं भंते ! एवं वुच्चइ ? अत्थेगइया पाणा भूया जाव अणेवंभूयं वेयणं वेदेति?
गोयमा ! जेणं पाणा भूया जीवा सत्ता जहा कडा कम्मा तहा वेयणं वेदेति, ते णं पाणा भूया जीवा सत्ता एवंभूयं वेयणं वेदेति; जे णं पाणा भूया जीवा सत्ता जहा कडा कम्मा णो तहा वेयणं वेदेति, ते णं पाणा भूया जीवा सत्ता अणेवंभूयं वेयणं वेदेति; से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- जाव अणेवंभूयं वेयणं वेदेति । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે કેટલાક પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ એવંભૂત વેદના વેદે છે અને કેટલાક અનેવંભૂત વેદના વેદે છે?
ઉત્તર- હે ગૌતમ ! જે પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ પોતાના કરેલા કર્મો અનુસાર વેદના વેદે છે; તે પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ એવંભૂત વેદના વેદે છે પરંતુ જે પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ પોતાના કરેલા કર્મો અનુસાર વેદના વેદતા નથી પરંતુ તેથી ભિન્ન પ્રકારે વેદના વેદે છે; તે પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ અનેવંભૂત વેદના વેદે છે. હે ગૌતમ! તેથી એ પ્રમાણે કહેવાય છે કે કેટલાક પ્રાણ, ભૂતાદિ એવંભૂત વેદના વેદે છે અને કેટલાક પ્રાણ ભૂતાદિ અનેવંભૂત વેદના વેદે છે. | ४ णेरइया णं भंते ! किं एवंभूयं वेयणं वेदेति, अणेवंभूयं वेयणं वेदेति ? गोयमा ! णेरइया णं एवंभूयं पि वेयणं वेदेति, अणेवंभूयं पि वेयणं वेदेति ।