________________
શતક-પ: ઉદ્દેશક-૫
[ ૭૩ ]
શતક-૫ : ઉદ્દેશક-પ
જ સંક્ષિપ્ત સાર
-
આ ઉદેશકમાં મુખ્યતયા અન્યતીર્થિકોની માન્યતાનું ખંડન કરીને, કર્મફળના સિદ્ધાંતને સમજાવ્યો છે અને અન્ય વિષયોનું અતિદેશપૂર્વક કથન છે. * કોઈપણ વ્યક્તિ છદ્મસ્થાવસ્થામાં સિદ્ધ થઈ શકતી નથી. તે કેવળી થઈને જ સિદ્ધ થાય છે. શતક-૧/૪ ના અતિદેશ પૂર્વક કથન છે. કે અન્યતીર્થિકોની માન્યતા છે કે પ્રત્યેક જીવ એવંભૂત વેદના વેદે છે અર્થાત્ જે રીતે કર્મો બાંધ્યા હોય તે જ રીતે તેનું ફળ ભોગવે છે. આ કથન એકાંતિક હોવાથી મિથ્યા છે. જૈનદર્શન અનુસાર કેટલાક જીવો કર્મબંધ અનુસાર જ તેનું ફળ ભોગવે છે અને કેટલાક જીવો કર્મબંધ પછી પોતાના પુરુષાર્થથી કર્મની સ્થિતિઘાત, રસઘાત, ઉદીરણા, સંક્રમણ, નિર્જરા આદિ કરે છે. સ્થિતિઘાતાદિના કારણે બાંધેલા કર્મોમાં પરિવર્તન થઈ જાય છે અને તે જીવો એવંભૂત વેદના નહીં ભોગવતાં અનેવંભૂત વેદના ભોગવે છે.
જો પ્રત્યેક જીવો એકાંતે એવંભૂત વેદના જ ભોગવતા હોય તો ધર્મ પુરુષાર્થ વગેરેનું કોઈ પ્રયોજન રહેતો નથી, પણ તેમ થતું નથી. માટે કેટલાક જીવ એવંભૂત વેદના અને કેટલાક જીવો અનેવંભૂતવેદના ભોગવે છે; તે સિદ્ધાંત સમીચીન છે. * યુગલિક કાલ પછીના મિશ્રણ કાલમાં જે માનવકુલની મર્યાદા કરે તેને કુલકર કહે છે. વર્તમાન અવસર્પિણી કાલના ત્રીજા આરામાં સાત કુલકર થયા. * એક અવસર્પિણી કે ઉત્સર્પિણી કાલમાં ૨૪ તીર્થકર, ૧ર ચક્રવર્તી, ૯ બળદેવ, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ, તેમ ૩ શ્લાઘનીય પુરુષો થાય છે. તેના વિસ્તૃત પરિચય સમવાયાંગ સૂત્રમાં છે.