________________
[
૭૩ ]
શ્રી ભગવતી સૂત્ર
એક દંડમાંથી હજાર દંડ કરીને દેખાડવામાં સમર્થ છે?
ઉત્તર– હા, ગૌતમ! તે તે પ્રમાણે કરીને દેખાડવામાં સમર્થ છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે ચતુર્દશ પૂર્વધારી એક ઘટમાંથી હજાર ઘટ આદિ કરીને દેખાડવામાં સમર્થ છે?
ઉત્તર- હે ગૌતમ ! ચતુર્દશ પૂર્વધારી શ્રુતકેવળીએ ઉત્કરિકા ભેદ દ્વારા અનંત દ્રવ્યોનું ભેદન કરવાની લબ્ધિ-શક્તિ લબ્ધ, પ્રાપ્ત તથા સ્વાધીન કરી હોય છે. તેથી તે ઉપર્યુક્ત પ્રકારે એક ઘટમાંથી હજાર ઘટ આદિ કરીને દેખાડવામાં સમર્થ છે. . હે ભગવન! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. //
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચતુર્દશ પૂર્વધારીનું લબ્ધિ સામર્થ્ય નિરૂપિત કર્યું છે. ચૌદ પર્વધારીની લબ્ધિ :- ચૌદ પૂર્વધારી–ગ્રુતકેવળીને શ્રુતજ્ઞાનના પ્રભાવથી એક એવી વિશિષ્ટ લબ્ધિ પ્રાપ્ત થાય છે કે જેના દ્વારા તેઓ એક પુદ્ગલ સ્કંધમાંથી અનંત પુદ્ગલ દ્રવ્યોનું ભેદન કરી શકે છે; તેથી તેઓ એક વસ્તુમાંથી હજારો વસ્તુઓ બનાવી શકે છે. ઉત્કરિકાભેદ – પુદ્ગલ ભેદનું આ એક પ્રકાર છે. એરંડબીજની સમાન થતાં પુદ્ગલોના ભેદને ઉત્સરિકા ભેદ કહે છે. [-પ્રજ્ઞાપનાસૂત્ર પદ-૧૧ જેમ એરંડ વગેરેમાંથી અનેક બીજ ઉછળીને બહાર આવે તેમ લબ્ધિ પ્રયોગ દ્વારા એક સ્કંધમાંથી અનેક અંધ બહાર આવી જાય છે.
|શતક પ/૪ સંપૂર્ણ |