________________
૬૮
]
શ્રી ભગવતી સૂત્ર-૨
ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! શું અનુત્તરોપપાતિકદેવ ઉદીર્ણમોહી છે, ઉપશાંત મોહી છે કે ક્ષીણમોહી
ઉત્તર– હે ગૌતમ ! તે ઉદીર્ણ મોહી નથી, ઉપશાંત મોહી છે, ક્ષીણ મોહી પણ નથી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અનુત્તરોપપાતિક દેવોના કેવળી ભગવાન સાથે થતા વાર્તાલાપ અને તત્સંબંધી જ્ઞાનના સામર્થ્યનું દિગ્દર્શન છે.
પૂર્વ સુત્રમાં દર્શાવ્યું છે કે સમ્યદષ્ટિ દેવો કેવળીના મન અને વચનને અવધિજ્ઞાન દ્વારા જાણી શકે છે. તે જ વાતને આ સૂત્રોમાં પુષ્ટ કરી છે કે તથા પ્રકારના મનોલબ્ધિ યુક્ત અવધિજ્ઞાની અનુત્તરોપપાતિક વૈમાનિક દેવો પોતાના સ્થાનમાં જ રહીને કેવળી સાથે વાતચીત પણ કરી શકે છે.
વિશેષતા એ છે કે બારમા દેવલોક સુધીના દેવો કેવલી પાસે જઈને પ્રશ્નચર્ચા કરે છે પરંતુ અનુત્તરોપપાતિક દેવ ઉત્તર વૈક્રિય કરતા નથી. તેઓ પોતાના સ્થાનની બહાર ક્યાંય જતા નથી. તેથી તેઓ કેવળી સાથે સ્વસ્થાનમાં રહીને જ વાર્તાલાપ કરે છે. મળતા મોલમ્બવITો નાગો – અનંત મનોદ્રવ્ય વર્ગણા લબ્ધ છે. પ્રાપ્ત છે અને સ્વાધીન છે અર્થાત્ તે મનોદ્રવ્યવર્ગણાને જાણી શકે છે.
અવધિજ્ઞાની રૂપી દ્રવ્યને જાણે છે. અવધિજ્ઞાનના વિષયમાં દ્રવ્ય અને ક્ષેત્રને પરસ્પર સંબંધ છે. જેમ જેમ તેનું વિષયક્ષેત્ર વધે તેમ તેમ તે અવધિજ્ઞાની સૂક્ષ્મ સૂક્ષ્મતર રૂપી દ્રવ્યોને જાણી શકે છે.
મનોવર્ગણારૂપી છે પરંતુ સામાન્ય અવધિજ્ઞાની તેને જાણી શકતા નથી; કારણ કે તે સૂક્ષ્મ છે. જે અવધિજ્ઞાની લોકના સંખ્યાતમા ભાગને જાણી શકે છે તે અવધિજ્ઞાની મનોદ્રવ્યવર્ગણાને જાણી શકે છે. અનુત્તર વિમાનવાસી દેવોનું અવધિજ્ઞાન અત્યંત વિશાળ છે. તે સભિન્ન લોક નાડી પ્રમાણ(સંપૂર્ણ લોકના) રૂપી દ્રવ્યોને જાણી શકે છે. તેથી તે દેવો મનોદ્રવ્યવર્ગણાને અવશ્ય જાણી શકે છે.
૩વસંતનોહા :- અનુત્તરોપપાતિક દેવોને મોહનીય કર્મની પ્રકૃતિઓનો તીવ્ર ઉદય નથી, તેથી તે ઉદીર્ણ મોહી નથી. તેઓને પક શ્રેણીનો અભાવ છે તેથી તે ક્ષીણ મોહી પણ નથી પરંતુ તેઓના વિષય કષાય અતિ મંદ હોવાથી તે ઉપશાંતમોહી કહેવાય છે.
કેવળીનું અતીન્દ્રિય જ્ઞાન :३५ केवली णं भंते ! आयाणेहिं जाणइ पासइ ? गोयमा ! णो इणद्वे समढे । શબ્દાર્થ - આયાદિં= ઈન્દ્રિયોથી, સીમિત.