________________
[
s ]
શ્રી ભગવતી સૂત્ર-૨
ઉત્તર- હે ગૌતમ! પર્યાપ્ત દેવના બે પ્રકાર છે- ઉપયોગયુક્ત અને ઉપયોગ રહિત. તેમાંથી જે ઉપયોગ રહિત છે તે જાણતા, દેખતા નથી. જે ઉપયોગયુક્ત વૈમાનિક દેવ છે તે જ કેવળીના પ્રકૃષ્ટ મન અને વચનને જાણે, દેખે છે.
હે ગૌતમ! તેથી એમ કહ્યું છે કે કેટલાક વૈમાનિક દેવ જાણે, દેખે છે અને કેટલાક વૈમાનિક દેવ જાણતા દેખતા નથી. વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં કેવળી ભગવાનના મન, વચનને જાણી શકે તેવા વૈમાનિક દેવોની યોગ્યતા વિસ્તારથી પ્રગટ કરી છે. સંક્ષેપમાં જ્ઞાનમાં ઉપયોગવંત એવા સમ્યગુદૃષ્ટિ પર્યાપ્ત દેવ કેવળી ભગવાનના મન, વચનને જાણી શકે છે, અન્ય મિથ્યાદષ્ટિ આદિ દેવો જાણી શકતા નથી. મારું મિચ્છાિિફ: અમારું સમ્મવિઠ્ઠી વવાણ :- મિથ્યાત્વ સહિત ઉત્પન્ન થનાર દેવ માયી મિથ્યાષ્ટિ ઉપપત્રક કહેવાય અને સમ્યત્વ સહિત ઉત્પન્ન થનાર દેવ અમારી સમ્યગ્દષ્ટિઉપપન્નક કહેવાય.
અનંતર–પરંપર ઉત્પન્નક દેવ :- જે દેવોને દેવાયુના પ્રારંભનો પ્રથમ સમય હોય તે અનંતર ઉત્પન્નક કહેવાય અને તે સિવાયના સર્વ દેવો પરંપર ઉત્પન્નક કહેવાય.
પર્યાપ્ત-અપયત :- ઉત્પન્ન થતાં જે જીવને પ્રાપ્ત થવા યોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ થઈ ગઈ હોય, તે પર્યાપ્ત કહેવાય છે અને પ્રાપ્ત થવા યોગ્ય પર્યાપ્તિઓ જેને પૂર્ણ ન થાય ત્યાં સુધી તે જીવને અપર્યાપ્ત કહેવાય છે. ઉત્પત્તિના પ્રારંભિક અંતર્મુહૂર્ત સુધી જીવો અપર્યાપ્ત રહે છે. અંતર્મુહૂર્તમાં સર્વ જીવ પર્યાપ્ત થઈ જાય છે. ૩૧૪ત્તે-ગજુવક – જે દેવો પોતાના અવધિજ્ઞાનમાં ઉપયોગ મૂકીને જાણવામાં પ્રત્યનશીલ હોય તે ઉપયોગવાન ૩૩ત્તે કહેવાય અને જ્યારે અવધિજ્ઞાનથી જાણવાનું લક્ષ્ય ન હોય ત્યારે તે ઉપયોગ રહિત અનુવકને કહેવાય. અનુત્તરોપપાતિક દેવોની મનોલબ્ધિ :३० पभू णं भंते ! अणुत्तरोववाइया देवा तत्थगया चेव समाणा इहगएणं केवलिणा सद्धिं आलावं वा संलावं वा करेत्तए ? हंता, पभू । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલા દેવ પોતાના સ્થાને રહીને જ, અહીં રહેલા કેવળીની સાથે વાર્તાલાપ કરવામાં સમર્થ છે?
ઉત્તર- હા ગૌતમ! તે દેવો કેવળી સાથે વાર્તાલાપ કરી શકે છે.