________________
શ્રી ભગવતી સૂત્ર-૨
૨૭ સૂત્ર ૧૦ થી ૪૪ તથા ચાર્ટ માટે જુઓ– પૃષ્ટ ૪૫૩ અને ૫૭૧. ચરમકર્મ અને ચરમ નિર્જરા – શૈલેશી અવસ્થાના અંતિમ સમયમાં, ચૌદમાં ગુણસ્થાને જે કર્મનો અનુભવ થાય તેને ચરમ કર્મ કહે છે અને તેના અનંતર સમયે જ(શીધ્ર) જે કર્મ જીવપ્રદેશોથી ખરી જાય તેને ચરમ નિર્જરા કહે છે. વૈમાનિક દેવોની મનોલબ્ધિ :२४ केवली णं भंते ! पणीयं मणं वा वई वा धारेज्जा? हंता, धारेज्जा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું કેવળી પ્રકૃષ્ટ મન અને પ્રકૃષ્ટ વચનને ધારણ કરે છે અર્થાત્ તેનો ઉપયોગ કરે છે?
ઉત્તર-હા ગૌતમ! ધારણ કરે છે. २५ जण्णं भंते ! केवली पणीयं मणं वा वई वा धारेज्जा, तण्णं वेमाणिया देवा जाणंति पासंति?
गोयमा ! अत्थेगइया जाणंति पासंति, अत्थेगइया ण जाणंति ण पासंति? ભાવાર્થ- પ્રશ્ન- હે ભગવન્! કેવળી જે પ્રકૃષ્ટ મન અને પ્રકૃષ્ટ વચનને ધારણ કરે છે, શું તેને વૈમાનિક દેવ જાણે, દેખે છે?
ઉત્તર– હે ગૌતમ! કેટલાક વૈમાનિક દેવ જાણે, દેખે છે અને કેટલાક જાણતા, દેખતા નથી. २६ से केणटेणं भंते ! एवं वुच्चइ जाव अत्थेगइया ण जाणंति ण पासंति ?
गोयमा ! वेमाणिया देवा दुविहा पण्णत्ता, तं जहा- माईमिच्छादिट्ठी उववण्णगा य, अमाईसम्मदिट्ठी उववण्णगा य; तत्थ णं जे ते माईमिच्छादिट्ठी उववण्णगा ते णं ण जाणंति ण पासंति; तत्थ णं जे ते अमाईसम्मदिट्ठी उववण्णगा ते णं अत्थेगइया जाणंति पासंति, अत्थेगइया ण जाणंति ण पासंति । ભાવાર્થ - પ્રશ્ર–ભગવન્! તેનું શું કારણ છે કે કેટલાક વૈમાનિક દેવ જાણે, દેખે છે અને કેટલાક જાણતા દેખતા નથી?
ઉત્તર- હે ગૌતમ! વૈમાનિક દેવના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– માયી મિથ્યાદષ્ટિરૂપે ઉત્પન્ન અને અમાયી સમ્યગુદષ્ટિરૂપે ઉત્પન્ન. તેમાંથી જે માયી મિથ્યાદષ્ટિરૂપે ઉત્પન્ન થયેલા છે તે જાણતા, દેખતા નથી, જે અમાયી સમ્યગુદષ્ટિપણે ઉત્પન્ન થયેલા છે તેમાંથી કોઈ જાણે, દેખે છે અને કોઈ જાણતા, દેખતા નથી.