________________
શતક-૫ઃ ઉદ્દેશક-૪ .
[
8 ]
લેવું જોઈએ યાવતું અર્થરૂપબોધ પ્રશિષ્યોને માટે આત્માગમ નથી, અનંતરાગમ નથી, પરંતુ પરંપરાગમ
२३ केवली णं भंते ! चरिमकम्म वा चरिम णिज्जरं वा जाणइ पासइ ? हंता गोयमा ! जाणइ पासइ ।
जहा णं भंते ! केवली चरिमकम्मं वा चरिम णिज्जरं वा जाणइ पासइ तहा णं छउमत्थे वि चरिमकम्मं वा चरिम णिज्जरं वा जाणइ पासइ ? गोयमा ! णो इणढे समढे । सोच्चा जाणइ पासइ, पमाणओ वा । एवं जहा अंतकरणं वा आलावगो तहा चरिमकम्मेण वि अपरिसेसिओ णेयव्वो । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કેવળી ભગવાન ચરમ કર્મને અથવા ચરમ નિર્જરાને જાણે–દેખે છે?
ઉત્તર- હા, ગૌતમ ! કેવળી ચરમ કર્મને અથવા ચરમ નિર્જરાને જાણે–દેખે છે.
પ્રશ્ન- હે ભગવન્! જે રીતે કેવળી ચરમ કર્મને અથવા ચરમ નિર્જરાને જાણે–દેખે છે તે રીતે શું છદ્મસ્થ પણ ચરમ કર્મ અને ચરમ નિર્જરાને જાણે–દેખે છે.
ઉત્તર– હે ગૌતમ! તેમ શક્ય નથી. પરંતુ સાંભળીને જાણે–દેખે છે અથવા પ્રમાણથી જાણે-દેખે છે. આ રીતે જેમ અંતકરના વિષયમાં આલાપક કહ્યો, તેમ ચરમ કર્મનો સંપૂર્ણ આલાપક પણ જાણવો જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં કેવળજ્ઞાની અને છદ્મસ્થ મનુષ્યોની જ્ઞાનશક્તિના તફાવતને પ્રદર્શિત કર્યો છે. કેવળજ્ઞાની ત્રણે લોકના ત્રણે કાળના સર્વ ભાવોને સાક્ષાત્ જાણે છે. છદ્મસ્થ મનુષ્યની જ્ઞાનશક્તિ સીમિત હોય છે, તેથી તેઓ સર્વભાવોને સાક્ષાત્ જાણી શકતા નથી. તે કેવળી આદિ દશ વિશિષ્ટ વ્યક્તિ પાસેથી સાંભળીને અથવા બીજા કોઈ આગમ આદિ પ્રમાણથી સર્વભાવોને જાણી શકે છે.
કેવલી પાક્ષિક - સર્વજ્ઞની પરંપરાના વિશિષ્ટ જ્ઞાની શ્રમણોને અહીં કેવળી પાક્ષિક કહ્યા છે.
સવિ૬ ૩વીસ:- વ્યુત્પત્તિની અપેક્ષાએ પ્રભુની વાણીને શ્રવણ કરનાર શ્રાવક કહેવાય અને પ્રભુની ભક્તિ ઉપાસના કરનાર ઉપાસક કહેવાય છે અથવા વ્રતધારીને શ્રાવક કહેવાય અને માત્ર ઉપાસના કરનારને ઉપાસક કહેવાય. સામાન્યતયા બંને શબ્દો એકાર્થક છે.
પમાને - પ્રમાણ ચાર પ્રકારના કહ્યા છે અને તેના ભેદ પ્રભેદનું કથન અનુયોગદ્વાર સૂત્રના નિર્દેશ સાથે સંક્ષિપ્ત કર્યું છે. તેથી વિસ્તૃત વર્ણન માટે જુઓ– ગુરુપ્રાણ આગમ બત્રીસીનું અનુયોગદ્વાર સૂત્ર પ્રકરણ