________________
| દર |
શ્રી ભગવતી સૂત્ર
समढे । सोच्चा जाणइ पासइ, पमाणओ वा ।
से किं तं सोच्चा?
सोच्चा णं केवलिस्स वा केवलिसावयस्स वा केवलिसावियाए वा केवलिउवासगस्स वा केवलिउवासियाए वा तप्पक्खियस्स वा तप्पक्खियसावयस्स वा तप्पक्खियसावियाए वा तप्पक्खियउवासगस्स वा तप्पक्खियउवासियाए वा से तं સોન્ગ
से किं तं पमाणे?
पमाणे चउव्विहे पण्णत्ते, तं जहा- पच्चक्खे, अणुमाणे, ओवम्मे, आगमे। एवं जहा अणुओगदारे तहा णेयव्वं जाव तेण परंणो अत्तागमे, णो अणंतरागमे; परंपरागमे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું કેવલજ્ઞાની કર્મોનો અંત કરનારને અથવા ચરમ શરીરીને જાણે, દેખે
ઉત્તર- હા, ગૌતમ! તે તેને જાણે, દેખે છે.
પ્રશ્ન- હે ભગવન્! જે રીતે કેવલી કર્મોના અંતકરનારને અથવા અંતિમશરીરીને જાણે, દેખે છે તે રીતે શું છદ્મસ્થ મનુષ્ય પણ કર્મોના અંત કરનારને અથવા અંતિમશરીરીને જાણે, દેખે છે?
ઉત્તર– હે ગૌતમ! તેમ શક્ય નથી અર્થાતુ કેવલીની જેમ છદ્મસ્થ પોતાના જ્ઞાનથી જાણી શકતા નથી પરંતુ તેઓ કોઈ પાસેથી સાંભળીને અથવા પ્રમાણ દ્વારા કર્મોના અંત કરનારને કે અંતિમ શરીરીને જાણે, દેખે છે.
પ્રશ્ન- હે ભગવન્! તે કોની પાસેથી સાંભળીને જાણી, દેખી શકે છે?
ઉત્તર- હે ગૌતમ! કેવલી પાસેથી, કેવલીના શ્રાવક પાસેથી, કેવલીની શ્રાવિકા પાસેથી, કેવલીના ઉપાસક પાસેથી, કેવલીની ઉપાસિકા પાસેથી; કેવલીપાક્ષિક સ્વયંબુદ્ધ કે સ્થવિર બહુશ્રુત વગેરે પાસેથી, તેના શ્રાવક પાસેથી, શ્રાવિકા પાસેથી, ઉપાસક પાસેથી અથવા ઉપાસિકા પાસેથી સાંભળીને છદ્મસ્થ મનુષ્ય કર્મોનો અંત કરનારને અથવા અંતિમ શરીરીને જાણે, દેખે છે.
પ્રશ્ન- હે ભગવન્! પ્રમાણ શું છે?
ઉત્તર- હે ગૌતમ! પ્રમાણના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રત્યક્ષ (૨) અનુમાન (૩) ઉપમાન (૪) આગમ. પ્રમાણના વિષયમાં જે રીતે અનુયોગ દ્વાર સૂત્રમાં કહ્યું છે, તે રીતે અહીં પણ જાણી