________________
શતક-૫ઃ ઉદ્દેશક-૪
.
ડ૧]
વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં અર્ધમાગધી ભાષાની મહત્તા દર્શાવતાં તેને દેવોની ભાષા કહી છે. ઔપપાતિક સૂત્રમાં તીર્થકરોની ભાષાને અર્ધમાગધી કહી છે. સાહિત્યમાં પ્રાકૃત, સંસ્કૃત, પાલી, સૌરસેની, માગધી, પૈશાચી અને અપ્રભંશ વગેરે મુખ્ય ભાષાઓ પ્રસિદ્ધ છે.
પ્રાયઃ કરીને દેશ, પ્રાંતના આધારે ભાષાનું નામ પ્રસિદ્ધ હોય છે જેમ કે– ગુજરાતી, પંજાબી વગેરે. પરંતુ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ વગેરે ઉપરોક્ત ભાષા કોઈ દેશ સાથે સંબંધ ધરાવતી નથી. તે ક્ષેત્રથી અપ્રતિબદ્ધ સ્વતંત્ર ભાષાઓ છે. અર્ધમાગધી ભાષા પણ કોઈ દેશ વિશેષની ભાષા નથી તે પણ ક્ષેત્રથી અપ્રતિબદ્ધ સ્વતંત્ર અનાદિ શાશ્વત ભાષા છે. અર્ધમાગધી - વ્યાખ્યાકારોએ શબ્દોની વ્યુત્પત્તિના આધારે તે ભાષાને મગધ દેશની પ્રમુખતાવાળી ભાષારૂપે નિરૂપણ કર્યું છે. વૃત્તિકારના મંતવ્ય અનુસાર મગધદેશમાં બોલાય તે માગધી ભાષા અને જે ભાષામાં માગધી અને પ્રાકૃતાદિ ભાષાઓનું મિશ્રણ હોય તેને અર્ધમાગધી ભાષા કહે છે. અર્ધમાગધી શબ્દની વ્યુત્પત્તિ માથ્થા અર્થમ અર્ધનાથ જે ભાષામાં અર્ધી, માગધી ભાષા હોય અને અર્ધી, બીજી ભાષાઓ મિશ્રિત થઈ હોય તે અર્ધમાગધી ભાષા કહેવાય છે.
અર્ધમાગધી ભાષાનો આ અર્થ વ્યુત્પત્તિ જન્ય અર્થ છે. વાસ્તવમાં તે ભાષાને કોઈ દેશાદિ સાથે સંબંધ નથી. અર્ધમાગધી ભાષા દેવભાષા છે. દેવોની ભાષાને મનુષ્ય લોકના કોઈ ક્ષેત્ર સાથે સંબંધિત કરી શકાય નહીં. તીર્થકર પણ અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપે છે. તેઓની પણ ભાષા કોઈ એક દેશ સાથે સંબંધિત હોય નહીં. તીર્થકરના વચનાતિશયના કારણે તેમની વાણી સમસ્ત જન ભાષામાં પરિણમિત થઈ જાય છે. ગણધરો પણ અર્ધમાગધી-પ્રાકૃત ભાષામાં શાસ્ત્રની રચના કરે છે, જે આજે પણ ઉપલબ્ધ છે. આ રીતે અનેક પ્રકારે અર્ધમાગધી ભાષાની વિશિષ્ટતા જોઈ શકાય છે.
ભગવાન મહાવીરના યુગમાં ભાષાના સંબંધમાં એક મિથ્યા ધારણા ફેલાયેલી હતી કે 'અમુક ભાષા દેવ ભાષા છે, અમુક અપભ્રંશ ભાષા છે. દેવભાષા બોલવાથી પુણ્ય અને અપભ્રંશ ભાષા બોલવાથી પાપ થાય છે. ભગવાન મહાવીરે કહ્યું કે- ભાષાનો પુણ્ય-પાપ સાથે કોઈ સંબંધ નથી. ચારિત્ર–આચરણ શુદ્ધિ વિના કેવળ ભાષા દુર્ગતિથી બચાવી શકતી નથી. છ વિત્તા તથા માતા I- ઉત્તરા.-૬, અધ્ય.-૬.
કેવલી અને છઘસ્થની જ્ઞાનશક્તિમાં તફાવત :
२२ केवली णं भंते ! अंतकरं वा अंतिमसरीरियं वा जाणइ पासइ ? हंता गोयमा ! जाणइ पासइ ।
___ जहा णं भंते ! केवली अंतकरं वा अंतिमसरीरियं वा जाणइ पासइ, तहा णं छउमत्थे वि अंतकरं वा अंतिमसरीरियं वा जाणइ पासइ ? गोयमा ! णो इणढे