________________
૬૦ ]
શ્રી ભગવતી સત્ર-૨
ઉત્તર- હે ગૌતમ ! આ રીતે કહેવું યોગ્ય નથી. દેવોને સંયત કહેવા, તે અભ્યાખ્યાન-મિથ્યા અરોપણ વચન છે.
પ્રશ્ન- હે ભગવન્! શું દેવોને 'અસંમત' કહી શકાય? ઉત્તર- હે ગૌતમ ! આ રીતે કહેવું યોગ્ય નથી. દેવોને અસંયત કહેવા, તે નિષ્ફર વચન છે. પ્રશ્ન- હે ભગવન્! શું દેવોને સંયતાસંયત કહી શકાય?
ઉત્તર– હે ગૌતમ! આ રીતે કહેવું યોગ્ય નથી. દેવોને 'સંયતાસંમત' કહેવા, તે અસભૂત(અસત્ય) વચન છે.
પ્રશ્ન- હે ભગવન્! તો પછી દેવોને માટે શું કહેવું જોઈએ? ઉત્તર- હે ગૌતમ! દેવો નોસંત' કહેવાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રના ચાર પ્રશ્નોત્તરોનું તાત્પર્ય એ છે કે મહાપુણ્યશાલી વ્યક્તિ માટે સત્ય પણ નિષ્ફર વચન પ્રયોગ કરવો ઉચિત નથી.
દેવોને ચાર ગુણસ્થાન જ હોય છે. તેઓ સાધુવ્રત કે શ્રાવકવ્રત ગ્રહણ કરી શકતા નથી. તેઓ અસંયત છે પણ તેઓની પ્રત્યક્ષ હાજરીમાં તેવા નિષ્ફર શબ્દનો પ્રયોગ કરવો ઉચિત નથી. તેથી સુત્રકારે સદ્ભૂત છતાં કોમળ એવો નો સંયત' વચન પ્રયોગ સૂચિત કર્યો છે. નો શબ્દ નિષેધ અર્થમાં પ્રયુક્ત છે. તત્વદષ્ટિએ નિરૂપણ કરતાં દેવોની ગણતરી અસંયતમાં જ થાય છે.
દેવોની ભાષા :| २१ देवा णं भंते ! कयराए भासाए भासंति, कयरा वा भासा भासिज्जमाणी विसिस्सइ?
गोयमा ! देवा णं अद्धमागहाए भासाए भासंति, सा वि य णं अद्धमागहा भासा भासिज्जमाणी विसिस्सइ ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! દેવ કઈ ભાષા બોલે છે? અથવા બોલાતી ભાષાઓમાં કઈ ભાષા વિશિષ્ટ ગણાય છે?
ઉત્તર-હે ગૌતમ! દેવ અર્ધમાગધી ભાષા બોલે છે અને બોલાતી ભાષાઓમાં અર્ધમાગધી ભાષા વિશિષ્ટ ગણાય છે.