________________
શતક-૫: ઉદ્દેશક-૪ .
[૫૯]
પુદ્ગલ ગ્રહણ કરી તેને શેયાકારે મનરૂપે પરિણમાવે છે. મન:પર્યવજ્ઞાની શ્રમણ તે મનોવર્ગણાને જોઈ પ્રત્યુત્તર સમજી જાય છે. તે જ રીતે મનોલબ્ધિયુક્ત સમ્યક્દષ્ટિ વૈમાનિક દેવ પણ તે મનોવર્ગણાને અવધિજ્ઞાનથી જોઈ પ્રત્યુતર મેળવી લે છે. બંને દેવોએ આ મનોલબ્ધિ યુક્ત અવધિજ્ઞાનથી જ પ્રત્યુત્તર જાણી લીધો હતો.
દેવો અને ભગવાન વચ્ચે મનથી થયેલા આ પ્રશ્નોત્તર સમયે ગૌતમસ્વામી ધ્યાનમાં હતા. ધ્યાનપૂર્ણ થતાં તેઓએ બે દેવને ભગવાનની સમીપે જોયા અને તેમના વિષે જાણવાની જિજ્ઞાસા થઈ. ચાર જ્ઞાનના ધારક એવા ગૌતમસ્વામીએ પોતાના જ્ઞાનનો ઉપયોગ મૂક્યા વિના જિજ્ઞાસા થતાં જ વિનયપૂર્વક પ્રભુ સમક્ષ પોતાની જિજ્ઞાસા પ્રગટ કરી. આગમમાં આવા પ્રકારનો વાર્તાલાપ અનેક સ્થાને જોઈ શકાય છે.
ગૌતમસ્વામીને કોઈ દેવાદિના આગમન અથવા પ્રશ્નોત્તર વિષયક જિજ્ઞાસા થાય અને પ્રભુ તેનું સમાધાન કરે, તેવું તો અનેક સ્થાને જોવા મળે છે પરંતુ અહીં વિશેષતા એ છે કે ભગવાને ગૌતમસ્વામીને તે દેવો પાસે જઈને જ સમાધાન મેળવવા કહ્યું અને ગૌતમસ્વામી પ્રભુની આજ્ઞાનુસાર દેવ પાસે જવા માટે તૈયાર થયા. પરંતુ ત્યાં તો દેવોએ સ્વયં સામે આવીને સર્વ વૃતાંત જણાવ્યો.
આ રીતે આ સંપૂર્ણ પ્રસંગ દેવોની વિશિષ્ટ મનોલબ્ધિને તેમજ કોઈ પણ ગતિમાં રહેલા જીવોની આત્મશક્તિને પ્રદર્શિત કરે છે. દેવો માટે શબ્દ-પ્રયોગનો વિવેક :२० भंते ! त्ति भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- देवा णं भंते ! संजया त्ति वत्तव्वं सिया? गोयमा ! णो इणढे समढे, अब्भक्खाणमेयं देवाणं ।
देवा णं भंते ! असंजया त्ति वत्तव्वं सिया ? गोयमा ! णो इणढे समढे, गिट्ठर- वयणमेयं देवाणं ।।
देवा णं भंते ! संजयाऽसंजया त्ति वत्तव्वं सिया? गोयमा ! णो इणढे समढे, असब्भूयमेयं देवाणं ।
से किं खाइ णं भंते ! देवा य वत्तव्वं सिया ? गोयमा ! देवा णं णो संजया त्ति वत्तव्वं सिया । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! આ પ્રમાણે સંબોધન કરીને, ભગવાન ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીરને વંદન, નમસ્કાર કર્યા; વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછયું- હે ભગવન્! શું દેવોને 'સંત' કહી શકાય છે?