________________
[ ૫૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૨
બે મહર્તિક, મહાપ્રભાવશાળી આદિ વિશેષણ સંપન્ન દેવ શ્રમણ ભગવાન મહાવીરની પાસે પ્રગટ થયા.
તત્પશ્ચાત્ તે દેવોએ શ્રમણ ભગવાન મહાવીરને મનથી વંદન-નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને મનથી જ આ પ્રકારનો પ્રશ્ન પૂછ્યો- હે ભગવન્! આપના કેટલા શિષ્ય સિદ્ધ બુદ્ધ, મુક્ત થશે અને સર્વ દુઃખોનો અંત કરશે?
ઉત્તર– ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે તે દેવોના મનથી પુછાયેલા પ્રશ્નનો ઉત્તર મનથી જ આ પ્રમાણે આપ્યો- હે દેવાનુપ્રિય! મારા સાતસો શિષ્ય સિદ્ધ, બુદ્ધ, મુક્ત થશે અને સર્વ દુઃખોનો અંત કરશે.
આ રીતે શ્રમણ ભગવાન મહાવીરે તે દેવો દ્વારા મનથી પુછાયેલા પ્રશ્નનો ઉત્તર મનથી આપ્યો, તેથી તે દેવ હર્ષિત અને સંતુષ્ટ તેમજ પ્રફુલ્લિત હદયવાળા થયા. ત્યાર પછી તેઓએ શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને મનથી તેમની શુશ્રુષા અને નમસ્કાર કરતા અભિમુખ થઈને પ્રભુની પર્યુપાસના કરવા લાગ્યા. |१७ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेटे अंतेवासी इंदभूई णामं अणगारे जाव विहरइ ।।
तएणं तस्स भगवओ गोयमस्स झाणंतरियाए वट्टमाणस्स इमेयारूवे अज्झथिए जाव समुप्पज्जित्था- एवं खलु दो देवा महिड्डिया जाव महाणुभागा समणस्स भगवओ महावीरस्स अंतियं पाउब्भूया,तंणो खलु अहं ते देवे जाणामि, कयराओ कप्पाओ वा सग्गाओ वा विमाणाओ वा कस्स वा अत्थस्स अट्ठाए इहं हव्वं आगया; तंगच्छामिणं भगवं महावीरं वदामि णमसामि, जाव पज्जुवासामि; इमाइं च णं एयारूवाइं वागरणाइं पुच्छिस्सामि त्ति कटु एवं संपेहेइ, संपेहित्ता उठाए उठेइ जाव जेणेव समणे भगवं महावीरे जाव पज्जुवासइ । ભાવાર્થ:- તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના જ્યેષ્ઠ અંતેવાસી (પટ્ટશિષ્ય) ઈન્દ્રભૂતિ નામના અણગાર પ્રભુના સાંનિધ્યમાં વિચરતા હતા.
તે સમયે ધર્મ ધ્યાનમાં વર્તતા ભગવાન ગૌતમના મનમાં આ પ્રકારનો અધ્યવસાય યાવત માનસિક સંકલ્પ ઉત્પન્ન થયો કે કોઈ મહદ્ધિક યાવત મહાભાગ્યશાળી બે દેવ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની સમીપે પ્રગટ થયા છે પરંતુ હું તે દેવોને જાણતો નથી કે, તેઓ કયા દેવલોકમાંથી, કયાવિમાનમાંથી અને કયા પ્રયોજનથી અહીં આવ્યા છે? તેથી ભગવાન મહાવીર સ્વામી પાસે જાઉં અને વંદન, નમસ્કાર કરી પર્યાપાસના કરું તથા મારા મનમાં ઉત્પન્ન થયેલા પ્રશ્નને પૂછું. આ રીતે શ્રી ગૌતમ સ્વામીએ વિચાર કર્યો અને પોતાના સ્થાનેથી ઊઠ્યા, ઊઠીને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન હતા ત્યાં આવ્યા યાવતું પ્રભુની પર્યાપાસના કરવા લાગ્યા.