________________
शत-५: देश-४
અગ્લાનભાવથી સ્વીકાર કર્યો. આહાર પાણી આદિ લાવીને તેની સેવા-સુશ્રુષા કરવા લાગ્યા.
विवेयन :
પ્રસ્તુત સૂત્રોમાં અતિમુક્તક કુમારશ્રમણના જીવનના એક પ્રસંગનું વર્ણન કરીને બાળ મુનિની હિલના, ખ્રિસના આદિ ન કરવાનું સૂચન કર્યું છે.
અતિમુક્તક કુમારશ્રમણની સચિત્ત જલમાં પોતાના પાત્રને નૌકાની જેમ તરાવવાની પ્રવૃત્તિ સાધુ જીવનચર્યામાં દોષરૂપ હતી. પ્રત્યેક વ્યક્તિ કર્માધીન છે–તે બાળક હોય કે વૃદ્ધ હોય, રાજા હોય કે રંક હોય, સાધુ હોય કે ગૃહસ્થ હોય પરંતુ જ્યાં સુધી તે પૂર્ણ શુદ્ધ ન બને ત્યાં સુધી ભૂલ થઈ જવાની સંભાવના રહે છે. કોઈ પણ
વ્યક્તિનું દોષદર્શન કરવું તે સમ્યગૃષ્ટિનું લક્ષણ નથી. તેથી પ્રભુએ અતિમુક્તક કુમારશ્રમણની હિલના, નિંદા, ખિંસનાદિનો નિષેધ કર્યું એટલું જ નહીં સ્થવિર ભગવંતોને તેના પ્રતિ આદરભાવ સાથે સેવા કરવાનું ફરમાન કર્યું અને તે કુમારશ્રમણ ચરમ શરીરી છે, તેવા તેના ઉજ્જવળ ભવિષ્યને પ્રગટ કર્યું
આ રીતે પ્રભુએ અતિમુક્તક કુમારશ્રમણના એક પ્રસંગથી દોષયુક્ત વ્યક્તિને દોષમુક્ત કરવાનો મનોવૈજ્ઞાનિક ઉપાય પ્રદર્શિત કર્યો છે. પ્રભુ મહાવીર અને દેવનો મનોગત વાર્તાલાપ :१६ तेणंकालेणं तेणंसमएणं महासुक्काओ कप्पाओ, महासग्गाओ महाविमाणाओ दो देवा महिड्डिया जावमहाणुभागा समणस्स भगवओ महावीरस्स अंतियं पाउब्भूया।
तएणं ते देवा समणं भगवं महावीरं मणसा चेव वदति णमंसंति, मणसा चेव इमं एयारूवं वागरणं पुच्छंति- कइ णं भंते ! देवाणुप्पियाणं अंतेवासी सयाई सिज्झिहिंति जाव अंतं करेहिति? ।
तएणं समणे भगवं महावीरे तेहिं देवेहिं मणसा पुढे, तेसिं देवाणं मणसा चेव इमं एयारूवं वागरणं वागरेइ- एवं खलु देवाणुप्पिया ! मम सत्त अंतेवासी सयाई सिज्झिहिंति जाव अंतं करेहिति ।
तएणं ते देवा समणेणं भगवया महावीरेणं मणसा पुढेणं, मणसा चेव इमं एयारूवं वागरणं वागरिया समाणा हट्ठतुट्ठा जाव विसप्पमाण हियया समणं भगवं महावीरं वंदंति णमंसंति, वंदित्ता णमंसित्ता मणसा चेव सुस्सूसमाणा णमंसमाणा अभिमुहा जाव पज्जुवासति । ભાવાર્થ:- તે કાલે તે સમયે મહાશુક્ર નામના સાતમા દેવલોકના મહાસ્વર્ગ નામના મહાવિમાનમાંથી