________________
[ ૫૪ ]
શ્રી ભગવતી સત્ર-૨
આ રીતે કરતા(પાત્રરૂપી નૌકાને વહાવતા)અતિમુક્તક કુમારશ્રમણને સ્થવિરોએ જોયા. સ્થવિરો (અતિમુક્તક કુમારશ્રમણને કંઈ પણ કહ્યા વિના) જ્યાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજમાન હતા ત્યાં આવ્યા. આવીને તેઓએ આ પ્રમાણે કહ્યું –
ભગવાન દ્વારા સ્થવિર મુનિઓનું સમાધાન :|१५ एवं खलु देवाणुप्पियाणं अंतेवासी अइमुत्ते णामं कुमारसमणे, से णं भंते ! अइमुत्ते कुमारसमणे कइहिं भवग्गहणेहिं सिज्झिहिइ जाव अंतं करेहिइ ?
अज्जो ! ति समणे भगवं महावीरेते थेरे एवं वयासी- एवं खलु अज्जो ! मम अंतेवासी अइमुत्ते णामं कुमारसमणे पगइभद्दए जाव विणीए, से णं अइमुत्ते कुमारसमणे इमेणं चेव भवग्गहणेणं सिज्झिहिइ जावसव्वदुक्खाणं अंतं करेहिइ; तं मा णं अज्जो ! तुब्भे अइमुत्तं कुमारसमणं हीलेह, जिंदह, खिसह, गरहह, अवमण्णह; तुब्भे णं देवाणुप्पिया ! अइमुत्तं कुमारसमणं अगिलाए संगिण्हह, अगिलाए उवगिण्हह, अगिलाए भत्तेणं पाणेणं विणएणं वेयावडियं करेह । अइमुत्ते णं कुमारसमणे अंतकरे चेव, अंतिमसरीरिए चेव । तए णं ते थेरा भगवंतो समणेणं भगवया महावीरेणं एवं वुत्ता समाणा समणं भगवं महावीरं वदति, णमसति; अइमुत्तं कुमारसमणं अगिलाए संगिण्हति जाव वेयावडियं करेति । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! આપ દેવાનુપ્રિયના અંતેવાસી (શિષ્ય) જે અતિમુક્તક કુમારશ્રમણ છે, તે અતિમુક્તક કુમારશ્રમણ કેટલા ભવ(જન્મ) ગ્રહણ કરીને સિદ્ધ, બુદ્ધ, મુક્ત થશે અને સર્વ દુઃખોનો અંત કરશે?
ઉત્તર- હે આર્યો! આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ તે સ્થવિરોને સંબોધન કરીને કહ્યું – મારા અંતેવાસી શિષ્ય અતિમુક્તક નામક કુમારશ્રમણ, જે પ્રકૃતિથી ભદ્ર, વિનીત આદિ ગુણસંપન્ન છે, તે અતિમુક્તક કુમારશ્રમણ આ ભવમાં જ સિદ્ધ થશે યાવત સર્વ દુઃખોનો અંત કરશે. તેથી હે આર્યો! તમે અતિમુક્તક કુમારશ્રમણની હિલના ન કરો, નિંદા ન કરો, ખ્રિસના ન કરો, ગહ(બદનામ) ન કરો અને અપમાન પણ ન કરો, પરંતુ હે દેવાનુપ્રિયો! તમે અગ્લાન ભાવથી અર્થાતુ ઘણા અને ખિન્નતા રહિત ભાવે અતિમુક્તક કુમારશ્રમણનો સ્વીકાર કરો. અગ્લાન ભાવથી તેને સંયમમાં સહાયતા કરો અને અગ્લાન ભાવે આહાર પાણીથી વિનય સહિત તેની વૈયાવચ્ચ કરો. અતિમુક્તક કુમારશ્રમણ આ ભવમાં સર્વકર્મોનો અંત કરનાર છે અને તે ચરમ શરીરી છે.
તત્પશ્ચાત્ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રમાણે કહ્યું, ત્યારે તે સ્થવિરોએ શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કર્યા. ત્યારપછી સ્થવિર મુનિઓએ અતિમુક્ત કુમારશ્રમણનો