________________
શ્રી ભગવતી સૂત્ર
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું શકનો દૂત હરિલઁગમેષી દેવ, સ્ત્રીના ગર્ભને નખાગ્ન દ્વારા અથવા રોમકૂપ(છિદ્ર) દ્વારા ગર્ભાશયમાં પ્રવેશ કરાવવા અથવા ગર્ભાશયમાંથી બહાર કાઢવામાં સમર્થ છે ?
પર
ઉત્તર- હા ગૌતમ ! હરિઊગમેષી દેવ ઉપર્યુક્ત રીતે કાર્ય કરવામાં સમર્થ છે. તેમ કરતાં તે દેવ, તે ગર્ભને થોડી કે વધુ, કિંચિત્માત્ર પણ પીડા પહોંચાડતા નથી. હા, તે દેવ તે ગર્ભના શરીરનું છેદન ભેદન પણ કરે છે. આ પ્રકારની સૂક્ષ્મતાથી તે દેવ ગર્ભને અંદર રાખે છે અથવા અંદરથી બહાર કાઢે છે.
વિવેચન :
આ સૂત્રમાં હરિણૈગમેષી દેવ દ્વારા થતી ગર્ભની સાહરણ પદ્ધતિનું કથન છે.
હરિીગમેષી દેવનો સંક્ષિપ્ત પરિચય :– હરિÃગમેષીનો વ્યુત્પત્તિલમ્ય અર્થ(નિર્વચન) આ રીતે થાય છે– હરિ = ઈન્દ્રના, નૈગમ = આદેશને જે ઈચ્છે છે તે હરિણૈગમેષી અથવા હરિ = ઈન્દ્રના નૈગમૈષી નામક દેવ. તે શક્રેન્દ્રના પદાતિ પાયદળ સેનાના નાયક તથા શક્રદૂત છે. શક્રેન્દ્રની આજ્ઞાથી તેણે ભગવાન મહાવીરના માતા દેવાનંદા બ્રાહ્મણીના ગર્ભાશયમાંથી પ્રભુ મહાવીરના ગર્ભનું સંહરણ કરીને, માતા ત્રિશલા દેવીના ગર્ભાશયમાં સ્થાપિત કર્યો હતો.
આ સૂત્રમાં હરિણેગમેષી દેવની કાર્ય કુશલતાનું વિધાન પ્રશ્નોત્તર શૈલીમાં છે અને અંતકૃતદશાંગ સૂત્ર, આચારાંગ સૂત્ર તથા કલ્પસૂત્રમાં હરિદ્ગગમેષી દેવ દ્વારા ગર્ભાપહરણના વૃત્તાંતનો ઉલ્લેખ છે. નોળિયો ગળ્યું સાહરફ :- કોઈ પણ ગર્ભ સ્વાભાવિક રૂપે યોનિ દ્વારા જ બહાર આવે છે. દેવોનું સામર્થ્ય અચિંત્ય છે, તેઓ ગમે તે રીતે ગર્ભનું સંહરણ કરી શકે છે, તેમ છતાં લોક વ્યવહારને અનુસરીને દેવો પ્રાયઃ આ ત્રીજા વિકલ્પથી જ ગર્ભનું સંહરણ કરે છે. તે ગર્ભને અંશ માત્ર પણ પીડા પહોંચાડ્યા વિના, ગર્ભના સૂક્ષ્મ ટુકડા કરીને, નખાચ દ્વારા કે રૂંવાટા દ્વારા પણ બહાર કાઢી શકે છે અને તેને યથાસ્થાને રાખી શકે છે. આટલું કરવા છતાં ગર્ભના જીવને કિંચિત્ પણ પીડા થતી નથી.
10
અતિમુક્તક કુમાર શ્રમણ
અતિમુક્તક (અતિમુક્ત) કુમાર શ્રમણ પ્રભુ મહાવીરના અંતેવાસી કુમાર શ્રમણ હતા. તેમણે કુમાર અવસ્થામાં દીક્ષા લીધી હતી, તેથી તેઓ કુમાર શ્રમણ કહેવાય છે. તે પ્રકૃતિથી ભદ્ર વિનીત આદિ સાધકને યોગ્ય અનેક ગુણોથીસંપન્ન હતા. તેમના જીવનની એક વિસ્મયકારક ઘટનાનું અહીં વર્ણન છે.
મહાવૃષ્ટિ થયા પછી તેઓ ઝોળીમાં પાત્ર લઈને સ્થવિરો સાથે ડિલ ભૂમિએ ગયા. ત્યાં વહેતા પાણીના નાળામાં માટીની પાળ બાંધી અને તેમાં પાત્ર તરાવવા લાગ્યા. મારી નાવ તરે, નાવ તરે તેમ બોલતાં, ક્રીડા કરતાં, બાલક્રીડાથી આનંદ પામવા લાગ્યા.