________________
શતક-૫ઃ ઉદ્દેશક-૪
.
[ ૫૧ |
તેમ કહેવું જોઈએ.
અનેક જીવોની અપેક્ષાએ સમુચ્ચય જીવ અને એકેન્દ્રિયમાં પૂર્વવત્ એક ભંગ અને શેષ ૧૯ દંડકોમાં કર્મબંધ સંબંધી ત્રણ ભંગ કહેવા જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં હાસ્ય અને ઔસુક્ય સૂત્રોની જેમ જ સંપૂર્ણ નિરૂપણ છે. વિશેષતા એ છે કે નિદ્રા અને પ્રચલા દર્શનાવરણીયકર્મ જન્ય છે. હરિબૈગમેષી દેવ દ્વારા ગર્ભાપહરણ :१२ हरी णं भंते ! हरिणेगमेसी सक्कदूए इत्थीगब्भं संहरमाणे किं गब्भाओ गभं साहरइ ? गब्भाओ जोणिं साहरइ ? जोणीओ गब्भं साहरइ ? जोणीओ जोणिं साहरइ?
गोयमा !णोगब्भाओगब्भंसाहरइ, णो गब्भाओ जोणिं साहरइ, णो जोणिओ जोणिं साहरइ; परामुसिय परामुसिय अव्वाबाहेणं अव्वाबाहं जोणिओ गब्भं साहरइ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શક્રદૂત હરિëગમેષી હરી નામનો દેવ જ્યારે સ્ત્રીના ગર્ભનું સંહરણ કરે છે, ત્યારે શું તે એક ગર્ભાશયમાંથી ગર્ભને લઈને, બીજી સ્ત્રીના ગર્ભાશયમાં રાખે છે? કે ગર્ભાશયમાંથી ગર્ભને લઈને, યોનિ દ્વારા બીજી સ્ત્રીના ગર્ભાશયમાં રાખે છે? કે યોનિથી ગર્ભને બહાર કાઢીને, બીજી સ્ત્રીના ગર્ભાશયમાં રાખે છે? કે યોનિ દ્વારા ગર્ભને બહાર કાઢીને, પુનઃ તે રીતે યોનિ દ્વારા (બીજી સ્ત્રીના ગર્ભાશયમાં) રાખે છે?
ઉત્તર- હે ગૌતમ! હરી નામનો હરિëગમેષ દેવ એક સ્ત્રીના ગર્ભાશયમાંથી ગર્ભને લઈને, બીજી સ્ત્રીના ગર્ભાશયમાં રાખતા નથી, ગર્ભાશયમાંથી ગર્ભને લઈને, યોનિ દ્વારા બીજી સ્ત્રીના ગર્ભાશયમાં રાખતા નથી, યોનિ દ્વારા ગર્ભને બહાર કાઢીને, યોનિ દ્વારા બીજી સ્ત્રીના ગર્ભાશયમાં રાખતા નથી પરંતુ પોતાના હાથથી ગર્ભને સ્પર્શ કરીને અર્થાત્ હાથમાં લઈને તે ગર્ભને કોઈ પણ પ્રકારે પીડા ન થાય, તે રીતે તેને યોનિ દ્વારા બહાર કાઢીને, બીજી સ્ત્રીના ગર્ભાશયમાં રાખી દે છે. | १३ पभूणं भंते ! हरिणेगमेसी सक्कस्स दूर इत्थीगभंणहसिरसि वा रोमकूवंसि वा साहरित्तए वा, णीहरित्तए वा ?
हंता पभू । णो चेव णं तस्स गब्भस्स किंचि वि आबाहं वा विबाहं वा उप्पाएज्जा, छविच्छेयं पुण करेज्जा, एवं सुहुमं च णं साहरेज्ज वा, णीहरेज्ज वा।