________________
શ્રી ભગવતી સત્ર-૨
એકેન્દ્રિય જીવોમાં સદા અનેક જીવ સાતકર્મ બાંધનાર અને અનેક જીવ આઠ કર્મ બાંધનાર હોય છે. તેથી તેમાં બહુવચનનો એક જ ભંગ થાય છે. એક વચન સંબંધી ભંગ તેમાં સંભવિત નથી.
એકેન્દ્રિય સિવાય ૧૯ દંડકમાં આયુષ્ય કર્મ બાંધનાર જીવ ક્યારેક હોય અને ક્યારેક ન હોય તેથી તે દરેક દંડકમાં ત્રણ ભંગ સંભવે છે. યથા– (૧) કોઈક સમયે તે દંડકના સર્વ જીવો સાત કર્મો બાંધે છે. (૨) કોઈક સમયે અનેક જીવ સાત કર્મ બાંધે છે અને એક જીવ આઠ કર્મ બાંધે છે. (૩) કોઈક સમયે અનેક જીવ સાત કર્મ બાંધે છે અને અનેક જીવ આઠ કર્મ બાંધે છે.
નિદ્રા અને તેનાથી કર્મબંધ :१० छउमत्थे णं भंते ! मणुस्से णिहाएज्ज वा पयलाएज्ज वा?
हंता गोयमा ! णिहाएज्ज वा पयलाएज्ज वा ।
एवं जहा हसेज्ज वा आलावगो भणिओ तहा णिहाएज्ज वा आलावगो वि भाणियव्वो; णवरं दरिसणावरणिज्जस्स कम्मस्स उदएणं छउमत्थे णिदायंति वा पयलायति वा, से णं केवलिस्स णत्थि । अण्णं तं चेव । શબ્દાર્થ:- પીતાણ વા = પ્રચલા નામની નિદ્રા લેવી, ઊભા-ઊભા નિદ્રા લેવી. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! છબસ્થ મનુષ્યને નિદ્રા અથવા પ્રચલા નામની નિદ્રા હોય છે?
ઉત્તર- હા ગૌતમ ! છાસ્થ મનુષ્યને નિદ્રા અને પ્રચલા બંને હોય છે. જે રીતે પૂર્વ સુત્રમાં હસવાના વિષયમાં નિરૂપણ છે, તે રીતે અહીં નિદ્રા અને પ્રચલાના સંબંધમાં પણ જાણવું. વિશેષતા એ છે કે છદ્મસ્થ મનુષ્યને દર્શનાવરણીય કર્મના ઉદયથી નિદ્રા અથવા પ્રચલા નિદ્રા હોય છે, જ્યારે કેવલી ભગવાનને દર્શનાવરણીય કર્મ નથી તેથી તેમને નિદ્રા કે પ્રચલા નથી; શેષ વર્ણન પૂર્વવતું સમજવું. ११ जीवे णं भंते! णिद्दायमाणे वा पयलायमाणे वा कइ कम्मप्पगडीओ વધ ?
___ गोयमा ! सत्तविहबंधए वा अट्ठविहबंधए वा । एवं जाव वेमाणिए । पोहत्तिएसु जीवेगिदियवज्जो तियभंगो । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નિદ્રા અથવા પ્રચલા નિદ્રા લેતો જીવ કેટલી કર્મ પ્રકૃતિને બાંધે છે?
ઉત્તર- હે ગૌતમ! નિદ્રા અથવા પ્રચલા નિદ્રા લેતો જીવ સાત અથવા આઠ કર્મ બાંધે છે. એક–એક જીવની અપેક્ષાએ વૈમાનિક પર્યત ચોવીસ દંડકોના જીવો સાત કે આઠ કર્મ બાંધે છે,