________________
શતક-૫ઃ ઉદ્દેશક-૪ .
[ ૪૯ ]
અથવા ઉત્સુક થાય છે, તેમ કેવલી ભગવાન હસતા નથી અને ઉત્સુક થતા નથી. | ९ जीवे णं भंते ! हसमाणे वा उस्सुयमाणे वा कइ कम्मपयडीओ बंधइ ?
गोयमा ! सत्तविहबंधए वा, अट्ठविहबंधए वा । एवं जाव वेमाणिए । पोहत्तिएहिं जीवेगिंदियवज्जो तियभंगो । ભાવાર્થ - પ્રશ- હે ભગવન્! હસતા અને ઉત્સુક થતાં જીવ કેટલી કર્મ પ્રકૃતિઓ બાંધે છે?
ઉત્તર– હે ગૌતમ! હસતા અને ઉત્સુક થતા જીવ સાત અથવા આઠ પ્રકારની કર્મ પ્રકૃતિને બાંધે છે. આ જ રીતે વૈમાનિક પર્યત ચોવીસ દંડકને માટે કહેવું જોઈએ. અનેક જીવોની અપેક્ષાએ સમુચ્ચય જીવ અને એકેન્દ્રિય જીવને છોડીને શેષ સર્વજીવોના કર્મબંધ સંબંધિત ત્રણ ભંગ કહેવા જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં છદ્મસ્થ અને કેવળી માટે હાસ્ય-ઉત્સુકતાનું તથા તેનાથી થતા કર્મબંધનું નિરૂપણ કર્યું છે.
હાસ્ય અને ઉત્સુકતા આદિ પ્રવૃત્તિઓ હાસ્ય નામની ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિના ઉદયથી થાય છે. કેવળી ભગવાનને મોહનીય કર્મ ક્ષય થયું હોવાથી હાસ્યાદિ હોતા નથી.
કેવળી સિવાય ૨૪ દંડકના સર્વ જીવોને હાસ્ય નામની ચારિત્ર મોહનીય કર્મ પ્રકૃતિનો ઉદય હોવાથી હાસ્ય અને ઉત્સુકતા થાય છે.
એકેન્દ્રિય આદિમાં હાસ્યક્તિ સ્પષ્ટીકરણ :- પૂથ્વીકાયાદિ પાંચ સ્થાવરમાં સ્થલ દષ્ટિએ હાસ્ય આદિ ચેષ્ટાઓ જણાતી નથી, તેમ છતાં પૂર્વભવના સંસ્કારથી સુમાંશે તેમાં અઢાર પાપ, ચાર સંજ્ઞા, આઠ કર્મ આદિ સ્વીકારવામાં આવે છે. તે જીવોને હાસ્ય મોહનીય કર્મનો ઉદય હોય છે અને તેથી જ સૂત્રમાં એકેન્દ્રિયના હાસ્ય સંબંધી નિરૂપણ છે. નારકી જીવોમાં પણ હાસ્ય મોહનીય કર્મનો ઉદય હોય છે તથા તે જીવો પરસ્પર એકબીજાને દુઃખ પહોંચાડે ત્યારે અને દેવ સંયોગ સમયે પણ તેઓમાં હાસ્યાદિનો સંભવ છે. આ રીતે કેવળી સિવાય ચોવીસ દંડકના સર્વ જીવોમાં હાસ્યમોહના ઉદયે કોઈ પણ પ્રકારે હાસ્યાદિ શક્ય છે.
કર્મબંધઃ- નવ ગુણસ્થાન સુધી દરેક જીવને પ્રતિસમય સાત અથવા આઠ કર્મનો બંધ થાય છે. આયુષ્યના બંધ સમયે આઠ કર્મ અને તે સિવાયના સમયે સાત કર્મનો બંધ નિરંતર થાય છે. તેથી હાસ્યાદિ પ્રવૃત્તિ સમયે પણ જીવને સાત કે આઠ કર્મનો બંધ થાય છે. પોદત્તિપર્દ – સૂત્રમાં પહેલાં એક વચનની અપેક્ષાએ અર્થાત્ પ્રત્યેક જીવની અપેક્ષાએ નિરૂપણ કરી, ત્યાર પછી સંક્ષિપ્ત પાઠથી બહુવચનની અપેક્ષાએ નિરૂપણ કર્યું છે. સર્વદંડકનું કથન બહુવચનની અપેક્ષાએ 'પોત્તિહિં શબ્દથી કર્યું છે. બહુવચનની અપેક્ષાએ કથન કરીએ તો સમુચ્ચય જીવ અને