________________
| શતક-૧ઃ ઉદ્દેશક-૧
૩૭ |
भुज्जो परिणमंति । ભાવાર્થ :- તેઈન્દ્રિય જીવો દ્વારા ગ્રહણ કરેલો આહાર ઘ્રાણેન્દ્રિય, જીગ્લૅન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય રૂપે વારંવાર પરિણત થાય છે. ચૌરેન્દ્રિય જીવો દ્વારા ગ્રહણ કરેલો આહાર ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જિહુવેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય રૂપે વારંવાર પરિણત થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય જીવોની સ્થિતિ આદિનું વર્ણન છે. સ્થિતિ:- અહીં સ્થિતિનું કથન સંક્ષેપમાં થયું છે. પ્રજ્ઞાપના સૂત્રમાં સ્પષ્ટ પાઠ છે તે અનુસાર જઘન્ય સ્થિતિ અંતઃમુહૂર્તની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ બેઈન્દ્રિયની બાર વર્ષની, તેઈન્દ્રિયની ૪૯ અહોરાત્રની, ચૌરેન્દ્રિયની છ માસની છે. શ્વાસોચ્છવાસ :- વિમાત્રા-અનિયતકાલે થાય છે. અસંખ્યાત સમયનું અંતર્મુહૂર્ત - એક અંતર્મુહૂર્તમાં અસંખ્યાત સમય છે તેથી તેના અસંખ્યાત ભેદ છે. વિક્લેન્દ્રિય જીવોને આભોગનિવર્તિત આહારની અભિલાષા અસંખ્યાત સમયના અંતર્મુહૂર્ત પછી થાય છે. રોમાહાર:- સ્વતઃ[ઓઘતઃ] રોમ દ્વારા જે પુલ પ્રવિષ્ટ થઈ જાય તેને રોમાહાર કહે છે. પ્રક્ષેપાહારઃ- કવલ આદિ દ્વારા મુખમાં પ્રક્ષેપ કરીને થતા આહારને પ્રક્ષેપાહાર કહે છે. શરીરના અન્ય વિભાગ દ્વારા પ્રક્ષિપ્ત કરાતા પુદ્ગલને પણ પ્રક્ષેપાહાર કહે છે. જેમ કે ઈજેકશન વગેરે. પંચેન્દ્રિય તિર્યંચની સ્થિતિ આદિ :
४५ पंचिंदिय तिरिक्खजोणियाणं ठिई भणिऊणं उस्सासो वेमायाए । आहारो अणाभोगणिव्वत्तिओ अणुसमयं अविरहिओ । आभोगणिव्वत्तिओ जहण्णेणं अंतोमुहुत्तस्स, उक्कोसेणं छट्ठभत्तस्स । सेसं जहा चउरिंदियाणं जाव णो अचलियं कम्मं णिज्जरेति ।। ભાવાર્થ :- પંચેન્દ્રિય તિર્યંચ યોનિક જીવોની સ્થિતિનું કથન કરીને તેનો ઉચ્છવાસ વિમાત્રાથી અનિયતકાલે થાય છે તેમ કથન કરવું જોઈએ. તેનો અનાભોગ નિર્વતિત આહાર વિરહરહિત– નિરંતર થાય છે. આભોગનિર્વર્તિત આહાર જઘન્ય અંતઃમુહૂર્ત અને ઉત્કૃષ્ટ ષષ્ઠભક્ત અર્થાત્ બે દિવસ વ્યતીત થયા પછી થાય છે. તે સંબંધમાં શેષ વક્તવ્ય અચલિત કર્મોની નિર્જરા થતી નથી, ત્યાં સુધી ચૌરેન્દ્રિય જીવોના વક્તવ્યની સમાન જાણવું જોઈએ.