________________
३८
શ્રી ભગવતી સૂત્ર–૧
મનુષ્ય સ્થિતિ આદિ :
४६ एवं मणुस्साणं वि, णवरं आभोगणिव्वत्तिए जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अट्ठमभत्तस्स, सोइंदिय जाव फासिंदिय वेमायत्ताए भुज्जो भुज्जो परिणमंति, सेसं जहा चउरिंदियाणं तहेव जाव णिज्जरेंति ।
ભાવાર્થ :- મનુષ્યોના સંબંધમાં પણ એમ જ જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તેનો આભોગ નિર્વર્તિત આહાર જઘન્ય અંતઃમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અષ્ટમ ભક્ત– અર્થાત્ ત્રણ દિવસ વ્યતીત થયા પછી થાય છે. પંચેન્દ્રિય જીવો દ્વારા ગૃહીત આહાર શ્રોતેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય આ પાંચ ઈન્દ્રિયો રૂપે વિમાત્રાથી વારંવાર પરિણત થાય છે. શેષ સંપૂર્ણ વર્ણન ચૌરેન્દ્રિયની સમાન, અચલિત કર્મોની નિર્જરા થતી નથી ત્યાં સુધી સમજવું.
વિવેચન :
પ્રસ્તુત બે સૂત્રોમાં તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યની સ્થિતિ આદિ વિષયક વિચારણા છે.
સ્થિતિ
-
- તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. શ્વાસોચ્છ્વાસ :– વિમાત્રા—અનિયત કાલે થાય છે.
આહારેચ્છા :– તિર્યંચ પંચેન્દ્રિયને જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ષષ્ઠભક્ત–બે દિવસે દિવકુરુ ઉત્તરકુરુ ક્ષેત્રના યુગલિક તિર્યંચની અપેક્ષાએ] અને મનુષ્યને જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ અષ્ટમ ભક્ત–ત્રણ દિવસે (દેવકુરુ–ઉત્તરકુરુ ક્ષેત્રના યુગલિક મનુષ્યની અપેક્ષાએ) આહારની ઈચ્છા થાય છે. તે જીવોએ ગ્રહણ કરેલો આહાર પાંચ ઈન્દ્રિય રૂપે પરિણમે છે. શેષ કથન વિક્લેન્દ્રિયની સમાન જાણવું. વાણવ્યંતર, જ્યોતિષી, વૈમાનિક દેવોની સ્થિતિ આદિ :
४७ वाणमंतराणं ठिईए णाणत्तं, अवसेसं जहा णागकुमाराणं । एवं जोइसियाण वि, णवरं उस्सासो जहण्णेणं मुहुत्तपुहुत्तस्स, उक्कोसेण वि मुहुत्तपुहुत्तस्स । आहारो जहण्णेणं दिवस पुहुत्तस्स, उक्कोसेण वि दिवसपुहुत्तस्स, सेसं तहेव ।
वेमाणियाणं ठिई भाणियव्वा ओहिया, उस्सासो जहण्णेणं मुहुत्तपुहुत्तस्स, उक्कोसेणं तेत्तीसाए पक्खाणं, आहारो आभोगणिव्वत्तिओ जहणणेणं दिवसपुहुत्तस्स, उक्कोसेणं तेत्तीसाए वाससहस्साणं, सेसं तहेव जाव णो अचलियं कम्मं णिज्जर्रेति ।